________________
માર્ગાનુસારીના ગુણોમાં નવમો નંબર છે. માતા અને પિતાની પૂજા.
આપણા ઉપર અપરિસીમ ઉપકાર છે. માતા અને પિતાનો. એમના ઉપકારને સતત યાદ રાખીને, એમના પ્રત્યે અતિ વિનીત ભાવે જે એમની પૂજા અને ભક્તિ કરે છે તે માતા-પિતાનો પૂજક છે. સાચા અર્થમાં “કૃતજ્ઞ' છે. આદિ-ધાર્મિક કોણ ?
જૈન શાસ્ત્રો કહે છે: જીવનું મટિર્મિક લક્ષણ શું? આદિ-ધાર્મિક એટલે પ્રારંભિક અવસ્થાનો ધાર્મિક આત્મા કોને કહેવો આદિ ધાર્મિક ? - એનો જવાબ બતાવ્યોઃ જે માતા-પિતાનો પૂજક છે...તે આદિ ધાર્મિક કહેવાય. આનો અર્થ સ્પષ્ટ છે કે માતા-પિતાની સેવા અને પૂજાથી જ ધર્મનો પ્રારંભ થાય છે. શાસ્ત્રો જે માતા-પિતાની પૂજાને આટલી અગ્રિમતા આપે છે એને આપણે આપણા જીવનમાંથી જો રદબાતલ કરીએ તો સમજી લેજો કે...આપણું માનવ-જીવન એળે ગયું છે. આપણે ગમે તેટલો ધર્મ કરતા હોઇએ પરંતુ આપણા એ ધર્મને ‘પાયો” જ નથી. આથી પાયા વિનાની ધર્મની મહાન ઇમારત પણ એક દિવસ કડડભૂસ થઇ જવાની. માતા-પિતાની પૂજા હોય, દયા નહિ...
આ સતત ધ્યાનમાં રહે કે માતા-પિતાએ કરેલા ઉપકારોની સ્મૃતિરુપે તેમની સેવા અને પૂજા કરવાની છે. તેમની ઉપર દયા કે કરુણા કરવાની નથી કારણ કે જેની તમે દયા કરો, જેના પ્રત્યે કરુણા કરો. તેનો હાથ હંમેશાં નીચે રહે અને દયા અને કરુણાના કર્તા તરીકે તમારા હાથ હંમેશ ઉપર રહે. આથી દયાના કર્તા કરતાં દયાનો લેનાર સ્વીકારનાર હંમેશ નીચો ગણાય. જ્યારે માતાપિતા કોઇ પણ સ્થિતિમાં હોય. તમારા પિતા સામાન્ય ગરીબ સ્થિતિમાં જીવ્યા હોય...અને તમે ધંધો-ધાપો જોરદાર ફેલાવીને આગળ આવ્યા હો...કદાચ કરોડપતિ પણ થઇ ગયા હો...તોય...તમારા પિતા હંમેશાં તમારી પૂજાનું જ સ્થાન ગણાય...કારણ કે પિતા હતો તો તમારું અસ્તિત્વ છે ને...! દુઃખદાયી સ્થિતિમાં પણ પિતા અને માતાએ તમને મોટા કર્યા ત્યારે સુખદાયી સ્થિતિમાં પણ તમે એમને સારી રીતે સંભાળો-સાચવો તેમાં કશોય ઉપકાર તમે કરતા નથી. બલકે જો એમ ન કરો તો તમે ગુનેગાર છો..