________________
આખી જાતિ સાથે આપણે દુશ્મનાવટ છે...કોઇ પણ સાપ મળે, તેને જીવતો નહિ છોડવાનો !'..બાપે સંભળાવી દીધું....
“તો જુઓ, પિતાજી ! મને રસ્તામાં કોઇપણ સાપ મળશે ને તોય હું તેને નહિં મારું ! મારું જેણે બગાડ્યું નથી તેને વિના કારણે મારવા હું તૈયાર નથી !' બચ્ચાએ સ્પષ્ટ સંભળાવી દીધું..
આ સાંભળતા વેંત જ ગુસ્સે થયેલા બાપે તેના બચ્ચાની ત્યાં ને ત્યાં જ ગળચી દાબી દીધી...અને તેને મારી નાખ્યું !
આ દુનિયાની આ સ્થિતિ છે...સામા પક્ષવાળાને મારવાની ના પાડી દેનારાને પોતાના જ પક્ષવાળા વિના કારણે ગળચી દબાવીને પરલોક ભેગા રવાના કરી દે છે ! યા તો તેને પછાડીને જ જંપે છે !
સાવધાન ! દુનિયાની વાત આપણે પછી કરશું. પહેલાં આપણે આપણી જ વાત કરીએ...આપણા જીવનમાંથી આ અભિનિવેશના કાતિલ પાપને કાઢીને જ જેપીએ. આગની ચિનગારી જેવું અભિનિવેશનું આ કાતિલ પાપ મૈત્રીની હરિયાળીને બાળીને સાફ કર્યા વિના રહેતું જ નથી..અને એટલે જ જીવન વ્યવહારની પ્રત્યેક પળે ભારે સાવધાની રાખવાની જરુર છે ! | ડગલે ને પગલે પરિસ્થિતિ પલટાશે. સંપર્કમાં આવતી વ્યક્તિઓ બદલાશે...વસ્તુઓમાંય પરિવર્તન આવશે...! આવા સમયમાં મનની સ્વસ્થતા ટકાવવા મૈત્રીના મંગળમય નાદને ગુંજતો રાખવા અભિનિવેશને તિલાંજલિ આપી જ
દેજો...
૩૪૨
૩૪૨