Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 356
________________ કરે અને પોતાના દોષોને ક્યારેય ન છૂપાવે ! ફાડી નાખ્યો તે પોતાના પર આવતા ગાંધીજીના બધાય પત્રો વિનોબાજી ખાસ સાચવતા...એકવાર એક પત્ર આવ્યો...ગાંધીજીનો જ એ પત્ર હતો છતાં વાંચીને તેમણે તુર્ત જ ફાડી નાખ્યો... બાજુમાં બેઠેલાએ પૂછયું, “તમે આમ કેમ કર્યું ?' આ પત્રમાં ગાંધીજીએ લખેલું કે “તમારા જેવો આત્મા મેં ક્યાંય જોયો નથી..' ગાંધીજીએ ઉદાર દ્રષ્ટિથી મને જેવો જોયો તેવો વર્ણવ્યો...પરંતુ મારામાં રહેલા ઢગલાબંધ દોષોની એમને ક્યાં જાણ છે..? એ ગણતરીએ આત્મપ્રશંસા કરાવતો આ પત્ર મેં ફાડી નાખ્યો...' વિનોબાએ જવાબ આપ્યો... વ્યવહારમાં આવી મનોવૃત્તિ વિના લોકપ્રિય બની શકાતું નથી તો પછી આધ્યાત્મિક જગતમાં વિકાસ કરવા માટે આવી મનોવૃત્તિને અપનાવ્યા વિના ચાલે એવું જ ક્યાં છે ? ગુણાનુરાગી વ્યક્તિનું તો એક જ ધ્યેય હોય છે ગુણસંગ્રહનું ! ધનલંપટ માણસ જેમ જ્યાં જાય ત્યાં ધન-સંગ્રહ જ કરતો જાય તેમ ગુણલંપટ આત્મા જ્યાં જાય ત્યાં ગુણસંગ્રહ જ કરતો જાય ! કારણ કે એને પૂરી ખાતરી હોય છે કે પરલોકની સદ્ધરતા બીજાના દોષો સંઘરવામાં નથી પણ ગુણો સંઘરવામાં છે ! કૂવો ખોદી રહેલા માણસોને જોયા છે ? શરુઆતમાં તો એના હાથમાં પથરાઓ આવતા હોય છે...પછી રેતી.. પછી કાદવ અને પછી પાણી ! પણ જ્યાં કાદવ હાથમાં આવે ત્યાં જ તેઓ રાજીના રેડ થઇ જતા હોય છે. કારણ કે કાદવના દર્શને તેઓને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે પાણી તો હવે હાથવેંતમાં જ છે... એ જ રીતે કોઇપણ વ્યક્તિમાં તમારે ગુણ જોવા હોય તો શરૂઆતમાં કદાચ તમને દોષો જ દેખાશે પણ ધીરજ ધરશો તો ધીમે ધીમે ગુણદર્શન થયા વિના નહિ રહે ! કારણ કે દોષ જેનામાં છે એ આખરે તો અનંત ગુણોનો માલિક આત્મા જ છે ! યાદ રાખજો.. કૂવો ખોદવા જતા હજી કદાચ પાણી ન મળે એવું પણ ૩િ૪૯

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394