________________
કેટલાક વિશિષ્ટ વક્તાઓને પણ ઘણાની જાહેરમાં બેફામ ટીકા-નિન્દા કરવાનો ભારે શોખ હોય છે અને તેમની તે ક્રિયાને તેમના અનુયાયી વર્ગ ભરપૂર પ્રશંસતો હોય છે તેથી તેવા ઉદષ્ઠ વક્તાને ખોટું બળ મળે છે.
સામાને જો ખરેખર સુધારવો હોય તો તેનો સાચો રસ્તો એ છે કે તેને ખાનગીમાં બેસાડીને તેને ખૂબ લાગણીપૂર્વક-તેના પ્રત્યે વાત્સલ્યના પમરાટપૂર્વકતેની ભૂલો બતાવવી જોઇએ. .
અને...ભૂલ પણ એકદમ ના બતાવાય. પહેલાં તેના સાચા ગુણોની પ્રશંસા કરાય અને ત્યાર બાદ જ તેની વાસ્તવિક ભૂલો પ્રત્યે ધ્યાન દોરાય...તેમાંય ભાષાનો પ્રયોગ ખૂબ નમણો હોય..આ રીતે કરવાથી સામો માણસ ચોક્કસ સુધરશે અને કદાચ તેવા પ્રયત્નોથી પણ ન સુધરે તો “ભવિતવ્યતા' ઉપર બધું છોડી દેવું, પરંતુ બીજાને સુધારવા માટે જાહેરમાં તેની બેફામ ટીકા-નિન્દાનો માર્ગ તો સાવ જ અનુચિત છે. બીજાની નિન્દાથી તમે જ દુર્ગુણી બનશો :
આ એક ખૂબ મહત્ત્વની વાત છે કે જેની તમે ખૂબ નિન્દા કરતા હશો, બીજાનો તે જ દુર્ગુણ તમારા જીવનમાં પ્રવેશ કર્યા વગર નહીં રહે.
વારંવાર નિન્દા કરવાથી નિન્દનીય એવા તે દુર્ગુણમાં તમારું ચિત્ત તદાકાર થઇ જતું હોય છે અને તેથી જ કદાચ તે દુર્ગુણ તમારામાં પ્રતિબિંબિત થઇને પ્રવેશી જતો હોય છે. આથી જો આપણે દુર્ગુણી બનવા ન માગતા હોઇએ તો પણ બીજાના દુર્ગુણોની નિન્દા કદી ન કરવી જોઇએ. બીજાની નિદાને સમભાવે સહો
હવે બીજી એક સ્મરણીય વાત. જેમ બીજાની નિન્દા આપણે ન જ કરવી જોઇએ. તેમ બીજા કોઈ આપણી નિન્દા કરે ત્યારે જરાયે મગજ ગુમાવ્યા વગર તેને સાંભળી લેવી જોઇએ. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં આપણને ખબર પડે કે ફલાણો માણસ આપણી ખૂબ ટીકા-નિન્દા કરતો હતો ત્યારે પણ તેના પ્રત્યે મગજ ગુમાવવું ન જ જોઇએ.
ત્યારે...પૂર્વના મહાપુરુષોની ક્ષમાનાં અદભુત દૃષ્ટાંતો વિચારવા જોઇએ. પરમાત્મા મહાવીરદેવની અનુપમ ક્ષમાના પ્રસંગોને નજર સમક્ષ વારંવાર લાવવા
કિજ
૧૧૦