________________
વધવા નહીં દઉં.”
યાત્રિક-સંઘને હા પાડવી જ પડી. સહુને ઉમળકાભેર લઇને તે સુશીલા નારી પોતાના ઘરે લાવી. આવીને પતિ એકનાથને વાત કરી..એકનાથ પણ યાત્રિકોને જમાડવાનો સુઅવસર મળ્યાથી ખૂબ પુલકિત થયા.
સીધે-સામાન તો ઘરમાં ભરપૂર પ્રમાણમાં હતું. પણ ચૂલો સળગાવવા માટેનાં ઇંધણ પૂરતાં ન હતાં. એકનાથના પત્ની મુંઝાઈ ગયાં...હવે શું કરવું ? તેમણે પોતાની મૂંઝવણ પતિ આગળ વ્યક્ત કરી.
- એકનાથ પણ થોડી પળો તો મુંઝાઈ ગયા. પછી એમને એકાએક કશુંક સૂઝયું. તેઓ ઊભા થયા. ઘરમાં રહેલું બાપદાદાના જમાનાનું ખૂબ સુંદર અને મૂલ્યવાન રાચરચીલું પત્નીને ઇંધણ તરીકે વાપરવા આપી દીધું. પત્નીએ તેમાંના લાકડાંઓને બાળીને યાત્રિક-સંઘની ભક્તિ પ્રેમપૂર્વક કરીને અતિથિ-સત્કારનું સત્કર્તવ્ય બજાવ્યું.
આંગણે આવેલા અતિથિને દેવતુલ્ય ગણ્યા સિવાય આવું સુખ-બલિદાન શી રીતે આપી શકાય ?
અતિથિ-સત્કાર માટે ત્રીજા નંબરનું પાત્ર છે...દીન...'દીન' કોને કહેવાય ? જેની ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું સેવન કરવામાં શરીરની અને મનની શક્તિઓ ક્ષીણપ્રાયઃ થઇ ગઈ હોય...આવા દીન-દુ:ખિતો, ભિક્ષુકો, યાચકો, અંગોપાંગથી હીન માનવોની પણ યથોચિત દયા કરવી જોઇએ.
આ પણ એક પ્રકારનો અતિથિ-સત્કાર જ છે. સૌથી ઊંચું પાત્ર-સત્કાર માટેનું-મુનિઓ છે.
બીજા નંબરે સાધર્મિકો એ પણ ઉત્તમ પાત્ર છે..
આ બીજા વિભાગમાં જ “સાધર્મિકો’ પછી સજ્જનો અને સદગૃહસ્થો વગેરેને સંગૃહીત કરી લેવાના છે.
ત્રીજા નંબરે દીન-દુ :ખીતો, યાચકો વગેરે દયાનું-કરુણાનું પાત્ર છે. તેમને ધન-અન્નાદિ આપવું, તે પણ ઔચિત્યનો જ એક પ્રકાર છે. શાસ્ત્રો ત્યાં સુધી કહે છે કે, “ઔચિત્યથી રહિત વિપુલ ગુણ-સમુદાયનો