________________
ગુણ ૨૬ : દીર્ધદષ્ટિ માર્ગાનુસારીનો આ ગુણ તો પાપ અને અપાયોની નિવૃત્તિ કરાવી દે છે. દીર્ધદષ્ટિ એટલે કોઇપણ કાર્ય કરતા પહેલાં એના પરિણામ વિચારી લેવા. કોઇ પણ ઘટના કે પ્રસંગને અનેક દૃષ્ટિથી વિચારી ગેરલાભ દેખાય તો એવા કાર્યથી અટકી જવું.
દીર્ઘ દૃષ્ટિ પાપનો ઘટાડો કરાવે છે. અશાન્તિ ભગાવે છે. દોટ આંધળી હોતી નથી. ભવિષ્ય નજર અંદાજ હોય છે. આજે Instantના કાળમાં આ ગુણ તો ખૂબ ઉપયોગી ભાઇ ! દીર્ઘ દૃષ્ટિના પાલનમાં અનેક લાભો છે. એ ગુણના પાલનથી ચિત્ત ખૂબ ઠરેલ બને છે. પ્રવૃત્તિમાં આવેશ, ઉકળાટ અને અધીરાઈ આવતી નથી. પ્રત્યેક પ્રવૃત્તિ વિચારપૂર્વકની હોવાથી પાછળથી પસ્તાવાનો વારો આવતો નથી. નદીનું પાણી જેમ સ્વસ્થ રીતે વહે તેમ દીર્ઘ દ્રષ્ટિવાળા આત્માનું જીવન સ્વસ્થ ચિત્તે આગળ ધપે છે.
સામાન્યથી એમ કહી શકાય કે જ્યાં અપાયનો ખ્યાલ નથી હોતો ત્યાં પાપો નિષ્ફરતા પૂર્વક થાય છે અને મર્યાદા બહારના થાય છે. અપાય-વિપાક નજર સમક્ષ આવતાં જ પાપો મર્યાદિત બની જાય છે. જેની પાસે સ્પષ્ટ દ્રષ્ટિ છે. પોતાની આગવી સમજણ છે માત્ર સુખની સામગ્રીની જ તેને ઝંખના નથી...શાંતિ અને સમાધિ પણ તે ચાહે છે. અલ્પકાલીન આલોક જ તેની નજર સામે નથી, દીર્ઘકાલીન પરલોક પણ તેની નજર સામે છે. તે માત્ર સ્વાર્થને નહિ પરમાર્થ ને પણ સમજયો છે. દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક આદરેલા કાર્યનું પરિણામ ગમે તેવું વિકટ-કલ્પના બહારનું આવે તો તેની પાછળ આર્તધ્યાન, અકળામણ કે ત્રાસ પ્રાય: થતા નથી.
આ ગુણના પાલન કરનારે એક વાતનો ખ્યાલ રાખવો કે જ્યાં જે પ્રવૃત્તિમાં આપણું મગજ ન ચાલે ત્યાં સારા બુદ્ધિમાન વિશ્વાસપાત્ર પુરુષનો ખાસ અભિપ્રાય લેવો...અને એ અભિપ્રાય મુજબ તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત યા નિવૃત્ત થવું.
બગીચામાં ઉગેલું ફૂલ જેમ સુગંધ ફેલાવે તેમ આ ગુણની આરાધના જીવન ઉદ્યાનમાં ગુણોના પુખ ખિલવી દે છે...આવો, આત્મ કલ્યાણકારી દીર્થ દૃષ્ટિને આત્મસાત કરી લઇએ.
૩૭૫