________________
તેને રાગ-દ્વેષાદિ પરિણતિઓને આધીન બની જવાનું પણ સહજ છે. આ પરિસ્થિતિમાં એનો રક્ષક કોણ? એ રાગાદિ ભાવોથી તેને બચાવે કોણ ? એક માત્ર ધર્મનું શ્રવણ.
ધર્મશ્રવણ દરમિયાન એક કલાક માટેનો સમય, સંસારના તાપ-સંતાપથી બળ્યા-ઝળ્યા જીવને શાતા મળે છે. સંસારના તાપથી તપ્ત જીવોને માટે ધર્મ-શ્રવણ માનસરોવર જેવું છે. જેમાં તરનારા હંસને સરોવરનું જળ શીતળતા બક્ષે છે. મોટા જ્ઞાની-તત્ત્વજ્ઞાનીઓ પણ વિષય-કષાયથી પ્રજવલિત થઇ ઊઠતાં હોય તો આપણા જેવાનો શો ભરોસો ? અને આવા વિષય-તાપ અને કષાય-સંતાપથી શાંતિ અને ઉપશાંતિ ધર્મશ્રવણ સિવાય ક્યાં મળશે ?
બીજી મહત્ત્વની વાત વારંવાર ધર્મનું શ્રવણ કરવાથી જ પાપો પ્રત્યે ધ્રુજારીભયનો ભાવ પેદા થાય છે. એક સરસ ઉદાહરણથી આ વાત સમજીએ...રમેશ નિશાળમાં આજે લેશન કર્યા વગર ગયો હતો. તેના શિક્ષકે તેને ધમકી આપતાં જણાવ્યું કે, “જો આવતીકાલે પણ તું લેશન કર્યા વગર આવ્યો છે તો તને એક કલાક સુધી અંગૂઠા પકડાવીશ.”
રમેશ સ્કૂલેથી ઘરે ગયો. પાછો પોતાના બાળ-મિત્રો સાથે રમવા ચાલી ગયો. માતાએ યાદ કરાવ્યું કે “બેટા ! આજે તારે લેશન નથી કરવાનું ? તને શિક્ષકે શિક્ષા કરવાની ધમકી આપી છે તે ભૂલી ગયો ?'
અને બાળક રમેશ લેશન કરવા બેસી જાય છે. અડધું-પડધું લેશન થયું ત્યાં તેના બાળ-મિત્રો તેને રમવા બોલાવવા આવ્યા. અને બાળ રમેશનું મન રમવા જવા તૈયાર થઈ ગયું.
રમેશ માતાની નજર ચૂકાવીને રમવા ભાગી ગયો. બાળ-સુલભ સહજ રમતવૃત્તિને કારણે તે રમી તો રહ્યો છે પરંતુ રમતાં રમતાંય તેને વારંવાર પોતાના શિક્ષકની ધમકી યાદ આવ્યા કરે છે અને તેથી જ રમતમાં તેનું દિલ ચોંટતું નથી.
બસ...બરાબર આવું બને છે...જેઓ સતત ધર્મશ્રવણ કરે છે તેમને માટે. જીવનમાં આચરાતાં પાપો અને તેનાં કટુપરિણામો..દુર્ગતિઓમાં ભોગવવા પડતાં જાલિમ દુ:ખો...નરક અને નિગોદ વગેરેની ભયંકર યાતનાઓ...આ બધું વર્ણન વ્યાખ્યાનોમાં વારંવાર સાંભળ-સાંભળ કરવાથી જીવ પ્રાય: તો પાપ કરતો નથી. આમ છતાં અનાદિકાલીન મોહવૃત્તિઓ જોર મારી જાય અને પાપ થઇ જાય તો
ક
.
::::
: