________________
ધિક્કાર જ એકવાર આપણને પાપનાશ કરી દેવાની તાકાત બક્ષશે. - ધર્મનાં તમામ શાસ્ત્રો જ્યારે ચૂંટવાઇ જાય ત્યારે પણ જો પાપો પ્રત્યેનો ધિક્કારભાવ જીવતો રહેશે તો તે આત્મા એકવાર ધર્મસંગ્રામના આ મેદાનમાં જરુર વિજયી નીવડશે. પાપોની જનેતા પાપનિર્ભયતાઃ
આથી એમ કહી શકાય કે સર્વધર્મોની જનેતા છે: પાપભીરુતા. અને આથી ઊલટું સર્વ પાપોની જનેતા છે: પાપનિર્ભયતા.
હિંસા, જૂઠ, ચોરી વગેરે તમામ પાપોને જો ઉધઇની ઉપમા આપવામાં આવે તો પાપો પ્રત્યેની નિર્ભયતાને ઉધઇની મહારાણી જરુર કહી શકાય.
જો ધર્મનો પ્રારંભ પાપભીરુતાથી થાય છે તો સઘળાં પાપોનો પ્રારંભ પાપનિર્ભયતાથી થાય છે એમ ચોક્કસ કહેવાય.
હિંસા વગેરે પાપો ચોક્કસ ખરાબ છે. તેના કારણે આત્માના સદગુણોનો નાશ થાય છે. જીવની ભયંકર દુર્ગતિ થાય છે. પરંતુ આ હિંસા, જૂઠ વગેરે પાપો તો પાંચ-પચાસ ઉધઇ જેવાં છે. જીવનનાં એવાં કેટલાક પાપો દૂર કરવામાં આવે તેનાથી પૂર્ણવિરામ માની લેવાની જરૂર નથી. ' ,
જો “પાપ નિર્ભયતા” રૂપી ઉધઇઓની મહારાણી જીવતી રહે તો સમજી લેવું રહ્યું કે નવી ઉધઇઓની ઉત્પત્તિનું કાર્ય ચાલુ જ રહેશે.
આથી સૌથી પહેલાં “પાપનિર્ભયતા” રૂપી ઉધઇઓની મહારાણીને જ ખતમ કરવી જોઇએ. અર્થાત્ પાપનિર્ભયતાને આત્મામાંથી દૂર કરીને પાપોથી ડરવું જોઇએ. પાપોના પડછાયાથી પણ સો ગાઉ છેટા રહેવું જોઇએ.
- જો આવી પાપભીરુતા વગરના ગમે એટલા ધર્મો ભેગા થઇને પણ આપણને આ સંસાર ચક્રમાંથી ઉગારી શકે તેમ નથી, એ વાત બરાબર સમજી લેવી રહી. પાપોથી બચવા નિમિત્તોથી દૂર રહોઃ
સવાલ: પાપોથી બચવા માટે શું કરવું જોઇએ ? તે માટેનો કોઇ સરળ અને શ્રેષ્ઠ માર્ગ ખરો ?