________________
માત્ર પરસ્ત્રીત્યાગથી જ નહિ ચાલે. પણ સ્વસ્ત્રીના વિષયમાં અત્યંત સંતોષી બનીને રહેવું જોઇએ. પર્વતિથિઓએ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, દિવસના સમયે તો અબ્રહ્મ નહીં જ. તે સિવાય પણ બને ત્યાં સુધી કામવાસના હેતુપૂર્વક જાગૃત ન કરવી. તેમાં પણ અનેક જાતની કામજનિત વિકૃતિઓ ન આચરવી. ઇત્યાદિ અનેક સદાચારોથી જીવનને સુશોભિત બનાવવું જ રહ્યું.
જેઓ અતિકામી છે...સ્વસ્ત્રી અને પરસ્ત્રીના ભેદને ભૂલીને, તિથિઅતિથિના વિવેકને વિસરીને, રાત્રિ અને દિવસના સીમાઓને સંહારીને વધુ પડતાં કામમગ્ન રહે છે તેમના શરીરની શક્તિઓ નષ્ટ થતી જાય છે. અનેક પ્રકારના વિધવિધ રોગોનો, નબળાઇઓનો અને નાલેશીઓનો તેઓ ભોગ બને છે. આવા માણસોની નજરો જ્યાં ને ત્યાં ભટકતી રહેતી હોવાથી સમાજમાં પણ તેમની પ્રતિષ્ઠા ખૂબ જ ઝંખવાઈ જાય છે. જેની નજર' પવિત્ર ન હોય તેવા માણસોને મિત્રોના ઘરે પણ આવકાર મળવાનું બંધ થઇ જાય છે...અરે ! ધીરે ધીરે મિત્રવર્તુળ પણ ઘટતું જાય છે. કુટુમ્બમાં અપ્રીતિ થાય છે. પોતાની પત્ની વગેરેનો નેહભાવ પણ નષ્ટ બનતો જાય છે. આવા લોકો નિન્દાનું પાત્ર બની જાય છે. આમ, ધીરે ધીરે ઉત્તમ એવા નરભવને બીચારાઓ હારી જાય છે.
“કામ” શબ્દથી અહીં મુખ્યત્વે સ્પર્શેન્દ્રિય વિષયક વાસના-સુખ લીધું છે. પણ ગૌણભાવે બાકીની ઇન્દ્રિઓના વિષયો અંગેનું સુખ પણ કામ-પુરુષાર્થની અન્તર્ગત ગણી લેવાનું છે.
આથી, જેમ સ્પર્શેન્દ્રિય અંગેનું કામ સુખ સદાચારથી નિયંત્રિત રાખવું જોઇએ. તેમ બાકીની ઇન્દ્રિયોના વિષય-ભોગમાં પણ નિયંત્રણો મૂકવાં જોઇએ.
રસનેન્દ્રિય વિષયક રસનાના આસ્વાદમાં પણ નિયંત્રણ રાખવું જોઇએ. જે મળે તે ખાવું, જેટલું મળે તેટલું ખાવું, રસમધુર મનગમતાં પદાર્થો મળી જાય એટલે ‘પેટ'ની ભૂખ પ્રમાણે નહિ, જીભની આસક્તિ પ્રમાણે ખાધે રાખવું-આ અનિયંત્રણ કહેવાય. રસનેન્દ્રિયના વિષયમાં શક્ય ત્યાગ અને તપ દ્વારા નિયંત્રણ મુકાવું જોઇએ.
ધ્રાણેન્દ્રિયના વિષયમાં પણ સેંટ, અત્તર ઇત્યાદિ સુગંધી પદાર્થોનો બિનજરુરી અને નિરર્થક ઉપયોગ તે અસદાચાર કહેવાય. આવી બધી વસ્તુઓનો
૩૦૩