________________
મફતનું લેવાની વૃત્તિ જ્યારે આજે માનવસમાજમાં અત્યંત ફેલાતી જાય છે ત્યારે, આઠ આઠ દુકાળોમાં ખાવા ધાન વગર તરફડતા છતાં મફતનું નહિ જ લેવાની દ્રઢ ઇચ્છાશક્તિને ધારણ કરતા આ શિષ્ટજનોના ચરણે કોનું મસ્તક નહિ ઝૂકી જાય ?
“મફતનું મળેલું બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. મફતિયા મળેલું ધન અને ધાન્ય મનને વિકૃત કરે છે. એનાથી આપણી હિંમત ચાલી જાય છે. આપણું મનોબળ અને વાભિમાનતાનેય આપણે ગુમાવી દેનારા બની જઇએ છીએ.”
શિષ્ટ પુરુષોની આવી આવી સુંદર વિચારધારાઓને જગતમાં વ્યાપક કરવાની ખૂબ જરૂર છે અને એ માટેનો સૌથી મોટો ઉપાય છે. જ્યાં જ્યાં જેની જેની પણ શિષ્ટજનોને શોભે એવી પ્રવૃત્તિ દેખાય ત્યાં ત્યાં તેની તેની તે તે પ્રવૃત્તિઓની ખૂબ પ્રશંસા કરવી.
શિષ્ટાચારની પ્રશંસા કરવી તે માર્ગાનુસારીપણાનો બીજો ગુણ છે.
• ભગવાન આપણને પૂછે છે.
તું મારા માર્ગમાં છો કે સંસારના? • શાસ્ત્રયોગ અને સામધ્યયોગ માટેની તાકાત નથી તો
ઇચ્છાયોગની શક્યતામાં પ્રગતી કરો.
-
:
::::::::::
:
-
:::::::::::