________________
વિચારોનો બહુ મોટો સમ્બન્ધ છે. વસ્ત્રપરિધાનનો કામવૃત્તિ સાથે સમ્બન્ધ :
સ્ત્રીઓના અમુક પ્રકારનાં વસ્ત્રપરિધાનને જોઇને મનમાં કામવાસનાનું ઉદ્દીપન થાય છે-એ સંસારીઓના અનુભવની વાત હશે. આથી નક્કી થાય છે કે વસ્ત્રના પરિધાનની સાથે કામવાસનાનો સમ્બન્ધ છે. અમુક પ્રકારનું વસ્ત્રપરિધાન માનવીની વાસનાને વકરાવે છે જ્યારે અમુક પ્રકારનું વસ્ત્રપરિધાન સદાચારને જન્માવે છે. આથી જ આપણી વેશભૂષા એવી હોવી જોઇએ કે જેથી આપણને અને જોનારને બન્નેને સદાચારની સુરભિથી સુવાસિત કરે. જોનારને આપણા સંયમી માનસની પ્રતીતિ થાય. વેશ ધર્મની રક્ષા કરે છે ?
મોભાને અનુરુપ વસ્ત્રો પહેરવાથી ધર્મકાર્ય માટે કે જીવદયાદિના માટે ફંડ-ફાળો કરવા નીકળેલા માણસોને તમારી પાસે ફંડ લેવા આવવાનું મન થાય. એના કારણે તમને દાન આપવાનો સુઅવસર પ્રાપ્ત થાય. જો તમે સુખી હો અને શ્રીમંત હો અને છતાં મુફલીસ જેવા કપડાં પહેર્યા હોય તો કોણ તમારી પાસે દાન લેવા આવશે ? આથી દાન-ધર્મથી તમે વંચિત રહી જશો.
આથી ઊલટું તમે સાધારણ-સ્થિતિના હો અને બહુ ભભકાદાર કપડાં પહેર્યા હશે તો તમને સુખી સમજીને યાચકો તમને તંગ કર્યા કરશે. શક્તિ ઉપરાંત દાન વગેરે કરવા જાઓ તો માનસિક અશાંતિ અને અસમાધિ વગેરે પણ ઊભી થઇ જાય.
શાસ્ત્રો કહે છે : “ઘનું ર લેસો ” અર્થાત્ ક્યારેક વેશ ધર્મની રક્ષા કરે છે.
વેશ એ બાહ્ય છે. અને ધર્મ એ આંતર-પરિણામ સ્વરૂપ છે. છતાં બાહ્યવેશની આંતર-ધર્મ ઉપર કેવી જબરજસ્ત અસર પડે છે, તે સમજવા માટે પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દૃષ્ટાંત ખૂબ જ મનનીય છે. પ્રસન્નચ પ્રણમું તમારા પાય !
પ્રસન્નચન્દ્ર રાજાએ વૈરાગ્યની પ્રાપ્તિ થતાં પોતાનું વિશાળ રાજ્ય છોડીને
-
નાનાસાહહહહહહહહહહહહeese,
૨૧૬