________________
બાદશાહે માથેથી મુગુટ ઉતાર્યો હતો. સિંધપતિએ બે દિવસ અન્ન ત્યાગ્યું અને રાજા અર્જુનદેવ ખૂબ રડ્યા હતા.
આવા બીજા આચારોમાં. અન્ય સંન્યાસીઓના અથવા જેનેતર ધર્મના વિશિષ્ટ પ્રસંગોમાં પણ ક્યારેક હાજરી આપવી પડે. જો એનાથી જૈનધર્મની પ્રભાવના થતી હોય તો તેમ પણ કરવું જોઇએ.
વસ્તુપાળ અને પેથડશાહે જેનોની સુરક્ષા અને પ્રભાવનાને માટે મુસલમાનોને મસ્જિદો બંધાવી આપ્યાની વાત ઇતિહાસના પૃષ્ઠો ઉપર નોંધાયેલી છે. અલબત્ત...આવાં કાર્યો માટે તેવા પ્રકારની વિશિષ્ટ લાયકાત હોવી જરૂરી છે. બધા જ માણસો આવા “અપવાદો નું સેવન કરી શકે નહિ. પરંતુ પોતાની કલાને યોગ્ય એવો દેશાચાર દરેક વ્યક્તિએ પાળવો જોઇએ.
શિષ્ટજનોને માન્ય એવા દેશાચારોના પાલનથી આધ્યાત્મિક ગુણોનો વિકાસ થતો હોય છે તેથી તે આચારોનો અનાદર કરવો યોગ્ય નથી.
બીજી એક વાત..વ્યવહારમાં ઉચિત અને સુસંગત વ્યવહાર રાખવો તે પણ દેશાચાર છે.
મન કદાચ વિકાર-રહિત હોય પણ વ્યવહાર સ્ત્રીઓના વિશેષ પરિચયવાળો હોય તો તે આપણા શિષ્ટજનોને માન્ય નથી. '
હા...કદાચ પાપના ઉદયે મન વિકારવાળું હોય...પણ વ્યવહાર જો સ્ત્રીપરિચયથી મુક્ત હોય...તો તેવા માણસને મનની વિશુદ્ધિ પ્રાપ્ત થવાના ઘણા “ચાન્સ' છે.
એથી ઊલટું શરૂઆતમાં મન નિર્વિકારી હોય અને સ્ત્રીપરિચય વિશેષ રાખવામાં આવતો હોય તો નિર્વિકારી મનને સવિકારી બનવામાં વાર ન લાગે. આથી શિષ્ટ પુરુષો સદાચારીએ સ્ત્રીપરિચયથી મુક્ત રહેવું તેવો આચાર માન્ય કર્યો છે. - આપણા કારણે બીજાઓનાં જીવન ન બગડે તેમ વર્તવું તે શિષ્ટોનો આચાર છે.
એક રાજા હતો. તે ખૂબ ઊંચો સદાચારી હતો. અંતરથી પૂરો નિર્વિકાર, પણ તેને રાણીઓનો સતત પરિચય રહેતો. રાજાના આ વ્યવહારની ગામમાં રહેતી એક સુશીલ સન્નારીને ખબર પડી.
૯૫,