________________
માર્ગાનુસારીના ગુણોમાં અગિયારમા નંબરનો ગુણ છે: નિર્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ.
| નિન્દ એટલે નિન્દનીય. નિન્દનીય એટલે નિન્દાને પાત્ર. લોકમાં જે નિન્દાને પાત્ર ઠરે એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.
1. પૂર્વે છઠ્ઠા નંબરનો ગુણ બતાવેલો : નિન્દાનો ત્યાગ. નિન્દા પ્રાયઃ વચન સંબંધી અશુભ આચાર છે. આથી નિન્દાનો ત્યાગ કરવાથી વચન સંબંધી અશુભ આચારનો ત્યાગ થાય છે. જ્યારે વચન અને કાયા સંબંધી અશુભ આચારનો ત્યાગ, નિન્દ-પ્રવૃત્તિનો ત્યાગ' નામના આ અગિયારમાં નંબરના ગુણના સેવનથી થાય છે. આથી આ ગુણ પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. નિન્ય કોની અપેક્ષાએ ?
સવાલ એ થાય કે નિદાને પાત્ર કોની અપેક્ષાએ ગણાય ? એમ તો સમાજમાં એવા કેટલાક ધર્માચારો પણ છે જેને કેટલાક લોકો નિર્દનીય ગણે છે. જેમકે કોઇ વૈષ્ણવ કે જૈન ધર્મના ચુસ્ત અનુયાયી મનુષ્ય કપાળ ઉપર મોટો પીળો ચાંલ્લો કરીને જતો હોય તો આજના કેટલાક જમાનાવાદી લોકો તેની હાંસી ઉડાવતા હોય છે. તો શું ચાંલ્લો કરવો તે નિન્દ-પ્રવૃત્તિ ગણાય ? એ જ રીતે માથે પાઘડી પહેરવી કે ધોતિયું પહેરવું તે આજના લોકોને મન હાસ્યાસ્પદ લાગે છે. (અને એટલે જ તો ધીરે ધીરે પાઘડી અને ધોતિયું નષ્ટપ્રાયઃ થઇ ચૂક્યાં છે ને ?) તો શું તેને નિન્દ-પ્રવૃત્તિમાં ગણવાં ?
આનાથી ઊલટું કેટલાક એવા આચારો આજે સર્વમાન્ય જેવા થઇ ગયા છે તો શું તે ખોટા હોય તો પણ તેને અનિન્દ (નિન્દાને અપાત્ર) ગણવા ? જેમકે સિનેમા જોવાં, પત્તાં રમવાં, પત્તાંનો જુગાર રમવો, ઇન્કમટેક્ષ વગેરેની ચોરી કરવી, પરસ્ત્રીઓ સાથે અમુક પ્રકારની કલબો વગેરેમાં નાચવું...આ બધું ખૂબ વ્યાપક બનતું ચાલ્યું છે. તો તેને શું નિન્દ ન ગણવું? શિષ્ટોને અમાન્ય તે નિજોઃ
આ સવાલનો જવાબ એ છે કે મનુષ્ય લોકમાં શિષ્ટ પુરુષો ગણાતા હોય તેના આચરણ પ્રમાણે વર્તવું તે અનિન્દ અને તેનાથી વિરુદ્ધ વર્તવું તે નિન્દ..
૧૭૮