________________
અને સદાચારાદિ દ્વારા તેને નિયંત્રણમાં રખાય તે માટે આર્યદેશમાં લગ્નની વ્યવસ્થાને માટે ઉચિત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ના અર્થ અને કામ પણ ત્યારે જ પુરુષાર્થરૂપ બને છે કે જ્યારે તેને ધર્મ દ્વારા નિયંત્રિત કરવામાં આવે.
અર્થ (પૈસા)ને મેળવવામાં નીતિ અને ન્યાયરૂપી ધર્મ દ્વારા અર્થની વાસનાને નિયંત્રિત કરાય તો તે અર્થપુરુષાર્થ બને, નહિ તો તે અર્થોધતા કહેવાય.
એ જ રીતે કામના ઉપભોગમાં પણ પરસ્ત્રીત્યાગ અને સ્વસ્ત્રીસંતોષ વગેરે રૂપ સદાચારસ્વરુપ ધર્મ દ્વારા કામ-વાસનાને નિયંત્રિત કરાય તો તે કામપુરુષાર્થ કહેવાય, નહિ તો તે કામાંધતા કહેવાય. - આર્યદેશના મહાસંતોએ વિચાર્યું કે જો આર્યપ્રજાને ખરેખર સુખી અને ધર્મી બનાવવી હશે તો તેને કામવાસના સંબંધમાં ચોક્કસ નીતિનિયમોનું પાલન કરવું જ પડશે. આથી તેમણે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહિ, વગેરે બાબતોને શાસ્ત્રો દ્વારા સમજાવી. ભિન્ન ગોત્રજ અને સમાન કુળ-શીલાદિ સાથે વિવાહ :
ભિન્ન ગોત્રવાળા અને સમાન કુળ તથા શીલવાળા સાથે જ વિવાહ કરવો જોઇએ. આવો વિવાહ “ઉચિત-વિવાહ' કહેવાય.
જે પુરુષના અગર સ્ત્રીના પિતા વગેરે સાત પેઢી સુધીમાં એક બની જતા હોય તેને સમાન-ગોત્રવાળા કહેવાય. તે બે સ્ત્રી-પુરુષનો વિવાહ ન થાય. તે અનુચિત વિવાહ કહેવાય.
સમાન-ગોત્રીમાં વિવાહ કરવાથી તે બંનેનું લોહી એક પ્રકારનું હોવાથી તેમનાં સંતાનોમાં સાંકર્ય, હીનતા વગેરે દોષો થવાની સંભાવના છે અને જો ભિન્ન ગોત્રી હોય તો ઉપર્યુક્ત દોષો ન થાય. સંતાનો બળવાન, બુદ્ધિમાન અને શીલવાન વગેરે પાકે.
જેમ ગોત્ર ભિન્ન જોઇએ, તેમ કુળ અને શીલ તો સમાન જ જોઇએ.
પિતા-દાદા આદિ પૂર્વ પુરુષોનો વંશ તે કુળ કહેવાય. આ કુળ બંને પક્ષે ઉત્તમ હોવાં જોઇએ. પોતે ઉત્તમ હોય અને સામી વ્યક્તિ હલકા કુળની હોય તો
પ૧