________________
મોટરમાં એરકન્ડીશન છે જ નહિ ! હું એ રીતે બેઆબરુ થવા તૈયાર નથી.. એટલે બારીનો કોઇપણ કાચ તમે ખોલશો જ નહિ.”
પણ ન ખોલવાથી આટલો બધો પસીનો છૂટે છે તેનું શું ?' આબરુ સાચવવા એટલું સહન કરવાનું !” શેઠે જવાબ આપ્યો. પેલા મહેમાન મૌન થઇ ગયા...
આ દ્રષ્ટાન્ત માત્ર શેઠને જ લાગુ પડે છે તેવું નથી...આ જગતના મોટા ભાગના જીવોની સ્થિતિ આ છે ! પોતાનો મોભો જાળવવા ખાતર તેઓ અનેક પ્રકારના દુઃખોને અને કષ્ટોને સામે ચડીને વધાવી રહ્યા છે...અને પાછા એ દુઃખો સહન કરીને આનંદિત થઇ રહ્યા છે !
બળાબળની વિચારણાને જીવનમાં કેન્દ્રસ્થાને રાખવાથી જીવનમાંથી પાપો પણ ઓછા થવા લાગે છે...રવાના થવા માંડે છે. કારણ કે પાપ કરતાં પહેલાં જો વિચાર આવે કે “પરલોકમાં આનાં દીર્ઘ દુઃખદ વિપાક ભોગવવાનું મારું ગજું છે? જો ના, એના કરતાં અહીં આ ન કરવામાં કદાચ થોડું વેઠવું પણ પડે એવું ગજું છે' તો પાપથી તુર્ત જ પાછા હટી જવાય
પ્ર. બળાબળની વધુ પડતી વિચારણા કરવાથી કાયરતા ન આવે ?
ઉ. ના. કાયરતા તો ન આવે પણ જીવનમાં શક્તિઓનો યોગ્ય વિકાસ થવા લાગે...સંભવિત અસમાધિથી બચી જવાય !...હા...અહીંયાં એટલો ખ્યાલ જરુર રાખવો કે જ્યાં સારા કાર્યમાં જેટલી બળશક્તિ પહોંચતી હોય તેને કામે લગાડી દેવામાં પાછી પાની કરવી નહિ શક્તિ ગોપવવી નહિ.. નહિતર મનની ચોરી થાય...એટલી શક્તિ એળે જાય. સદુપયોગ અને સકમાઇ કરવાની રહી જાય !
'આજે હાલત આવી જ સર્જાઇ છે. ધર્મકાર્યોમાં શક્તિ અનુસાર વીર્ય ફોરવાતું નથી અને પાપકર્મોમાં શક્તિ ઉપરાંત વીર્ય ફોરવનારાઓનો તોટો નથી...આના નક્કર પરિણામો આવીને ઊભા છે...પરલોક તો ઠીક વર્તમાન ભવ પણ અસમાધિમય સંકલેશમય બની ચૂક્યો છે !