________________
જરાય સંકોચ અનુભવતા હોતા નથી. “મને ધન મળવું જોઇએ...બસ...એ માટે તમામ સારા કે ખરાબ રસ્તાઓ અપનાવવા પડે તો ભલે...એનો મને વાંધો નથી.’’ આ એમનો મનોવિચાર હોય છે. પોતાના ધનોપાર્જનના ધ્યેયમાં અવરોધક બનનાર માણસને યમસદન પહોંચાડી દેવાની જરુર પડે તો તેમાંય તેઓ નૃશસપણે તત્પર બની જતા હોય છે.
અન્યાયથી ઉપાર્જિત ધન માણસના જીવનમાં કેવો અનર્થ સર્જે છે, એની એક ઘટના અહીં મને યાદ આવે છે. મોહમયી મુંબઇના એક અતિ સુખી વિસ્તારમાં વસતા એક કરોડપતિના કુટુમ્બની ઘટના...એ કરોડપતિની પત્ની પરમ ધર્માત્મા બાઇ હતી. પર્વતિથિએ ઉપવાસાદિ અનુષ્ઠાન કરનારી અને હંમેશાં જિન-પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિને આરાધનારી.
પ્રબળ પુણ્યોદય હોય તો જ સાનુકૂળ પતિ મળે પત્નીને અને સરલ સ્વભાવી પત્ની મળે પતિને. આ ધર્માત્મા બાઇના બીજા બધા પુણ્યોદયમાં પતિની સાનુકૂળતાનો પુણ્યોદય નબળો હતો.
પતિને દારુ પીવાનું ભારે વ્યસન. ગમે ત્યારે ગમે તેટલો દારુ ઢીંચીને ઘરે આવે અને પત્ની અને પુત્રો સાથે અમાનુષી વર્તાવ પણ કરે.
એક દિવસની વાત છે. તે દિવસે ચૌમાસી પૂનમ હતી. પતિ દારુના જામ ચઢાવીને આવ્યો. પત્ની પ્રતિક્રમણ પૂરું કરીને ધાર્મિક પુસ્તક વાંચતી હતી. તે
દિવસે તેને ઉપવાસ હતો.
જેવો પતિ આવ્યો કે તેને નશામાં ઝૂમતો જોઇને પત્ની ચિડાઇ ‘‘આજે ચોમાસી પૂનમનો દિવસ છે...એનુંય તમને ભાન નથી ? આજેય આટલો દારુ ઢીંચીને આવો છો...કાંઇક તો વિચારો.’’
જ્ઞાનીઓ કહે છે યોગ્ય વ્યક્તિને જ ઉપદેશ અપાય અને તે પણ યોગ્ય સમયે જ. નહીંતર અનર્થ સર્જાય.
પેલી ધર્મિષ્ઠ બાઇને આ બાબતનો ખ્યાલ ન રહ્યો અને તેણે અયોગ્ય વ્યક્તિને, અયોગ્ય-સમયે શિખામણ આપવા માંડી.
પતિને ચઢયો ગુસ્સો. તે કહે : “એમ ! આજે તારી મોટી તિથિ છે ! નહીં ? ચોમાસી પૂનમ ? લે ત્યારે આપણે એની સારી રીતે ઉજાણી કરીએ ?’'
૨૯૦