________________
માનવ બનીને આપણા જીવે દયા અને દાનના સંસ્કારો પણ જમાવ્યા છે અને બિલાડા બનીને કબૂતરોને ફાડી ખાવાના હિંસાના કુસંસ્કારો પણ આત્મામાં આરોપ્યા છે.
એ સંસ્કારોમાંથી ક્યા સંસ્કારોને અત્યારે જાગૃત કરવા છે. તે આપણા હાથની વાત છે. જો આપણે અશુભ સંસ્કારોને જાગૃત થવા દેવાનું ન ઇચ્છતા હોઇએ તો શુભ સંસ્કારોને જગાડવા જ રહ્યા અને તે માટે સત્સંગરુપી શુભ નિમિત્તોને પામવા જ રહ્યાં.
ખેતરમાં ખેતી કર્યા બાદ જો તેમાં અનાજનું બિયારણ વાવવામાં ન આવે તો ઘાસ અને ખડ તો ત્યાં આપમેળે જ ઊગી નીકળે છે. તેના માટે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર પડતી નથી.
એ જ રીતે આત્મારૂપી ખેતરમાં સત્સંગ કરવા દ્વારા શુભ સંસ્કારોનું બિયારણ વાવવામાં ન આવે તો શુભ સંસ્કારોરૂપી ઘાસ તો આપમેળે જ ઊગી નીકળવાનું છે માટે જ સત્સંગ કરવા દ્વારા શુભ સંસ્કારોને જાગૃત કરવા જોઇએ. શુભ સંસ્કારો માટે જરૂરી પ્રબળ પુરુષાર્થ :
યાદ રહે કે અશુભ સંસ્કારોને જગાડવા ઝાઝા પુરુષાર્થની જરૂર પડતી નથી જ્યારે શુભ સંસ્કારોને જગાડવા પ્રબળ પુરુષાર્થ આચરવો પડે છે.
પાણીના પ્રવાહને નીચાણવાળા ભાગમાં વહેતું કરવું હોય તો કોઇ પુરુષાર્થની જરૂર નથી પડતી, પરંતુ જો પાણી ઊંચે ચડાવવું હોય તો પંપ મૂકવો પડે છે અર્થાત્ તેમાં વિશિષ્ટ પ્રયત્નની જરુરત પડે છે.
એ જ રીતે નબળા નિમિત્તો મળતાં જીવમાં ખરાબ સંસ્કારો જલદી પ્રગટ થઈ જતા હોય છે. જ્યારે સારાં નિમિત્તો આલંબનો મળવા છતાં સારા સંસ્કારોને ઉદીપ્ત કરવા માટે જીવનો પોતાનો પ્રબળ પુરુષાર્થ જરૂરી બની જાય છે.
આમ છતાં શુભ સંસ્કારોને જાગૃત કરવા માટે સત્સંગ એ અણમોલ ઉપાય છે. સત્સંગના પ્રભાવે વંકચૂલનો ઉદ્ધાર :
વંકચૂલ જેવો ભયંકર લૂંટારો પણ મુનિઓના સત્સંગના પ્રભાવે અપૂર્વ
૧૪૩