________________
માર્ગાનુસારીના ગુણોમાં ચૌદમા નંબરનો ગુણ છે-બુદ્ધિના આઠ ગુણા. शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । उहापोहोर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ||
બુદ્ધિના ગુણો આઠ છે (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ધારણ (૫) ઉહા (૬) અપોહ (૭) અર્થવિજ્ઞાન અને (૮) તત્ત્વજ્ઞાન.
બુદ્ધિના આ આઠ ગુણોનું થોડુંક વર્ણન આપણે જોઇએ. - (૧) શુશ્રુષા શુશ્રુષાનો અર્થ તો સાંભળવાની ઇચ્છા થાય, પરંતુ અહીં માત્ર એકલો જ અર્થ અભિપ્રેત નથી. પરંતુ તત્ત્વને સાંભળવાની, આત્માનું હિત થાય તેવી વાતો કે કથા સાંભળવાની ઇચ્છા એ જ “શુશ્રુષાપદથી અહીં અભિપ્રેત છે.
માત્ર “સાંભળવાની ઇચ્છા તો જગતમાં ક્યા જીવોને નથી હોતી ? રેડિયોમાં વાગતાં ફિલ્મીગીતો સાંભળવાની, પોતાની આત્મ-પ્રશંસા સાંભળવાની, પોતાને અણગમતી વ્યક્તિઓની નિન્દા-વિકથા સાંભળવાની, આવી બધી “શુશ્રુષા” તો જીવમાત્રને અનાદિકાળથી વળગેલી છે. માટે તો આજના જમાનાના લોકો રેડિયો, ટી.વી. ટેપરેકોર્ડ ઘરમાં વસાવે છે. મોહોત્પાદક “શુશ્રુષા' ગુણ નથી ?
પણ જ્ઞાની પુરૂષો, આવા શ્રવણેન્દ્રિયના રસને વિષય-વાસના જ કહે છે. આવી શ્રવણેન્દ્રિય વિષયક વાસનાવૃત્તિના કારણે તો જીવ અનાદિકાળથી ભવ ચક્રમાં ભટકતો રહ્યો છે. આથી આવી મોહજનિત અને મોહોત્પાદક “શુશ્રુષા” તો જીવન સંસાર-ભ્રમણનું મૂળ છે. તેને માર્ગાનુસારીનો ગુણ કેમ કહી શકાય ?
ધનના લોભીને ધન ક્યાં મળે અને કેવી રીતે મળે તે સાંભળવાની લગન હંમેશ હોય છે. કામી પુરુષને પોતાની પ્રિય સ્ત્રી પાસેથી કામરાગજનક અને કામોત્પાદક વચનો સાંભળવાની ઇચ્છા પ્રબળ હોય છે.
માનવ-મનમાં રહેલી હાસ્યાદિ-વૃત્તિઓ નિત-નવા જોક્સ અને ટૂચકા વગેરે સાંભળવાની પણ ઇચ્છા જાગૃત કરાવે છે.
પરંતુ આ બધી શ્રવણેચ્છા (શુશ્રુષા) જીવના આત્મકલ્યાણમાં ઉપયોગી નથી. બલકે નિતરાં બાધક છે.
૨૨૭