________________
બધાયને જમવાનું આમંત્રણ છે. તો તમામ લોકોએ જમવા આવી જવું.’ આવા પ્રચાર પાછળ વધુ લોકો ભેગા થાય, તેથી ભોજનનું આયોજન-વ્યવસ્થા તૂટી પડે, રસોઇ ખૂટી પડે અને લોકોમાં ઝાંઝણશાહ બેઆબરૂ બની જાય તેવી દુષ્ટ-વૃત્તિ સારંગદેવની હતી.
ઝાંઝણશાહનું સંઘ કાર્ય પુરું થયું. ગુજરાતભરને જમાડવાના નિયત દિવસો આવી ગયા. અને...પૂરા પાંચ-પાંચ દિવસો સુધી આખા ગુજરાતના લોકોને જમાડવામાં આવ્યા. પાંચ-પાંચ સ્થળોએ પાંચ-પાંચ દિવસ સુધી આ જમણવાર ચાલતી રહ્યો. ઝાંઝણશાહની અદભુત વ્યવસ્થા શક્તિ જોઇને લોકો મોંમાં આંગળા નાંખી
ગયા.
જ્યારે સઘળો જમણવાર પતી ગયો, ત્યારે ઝાંઝણશાહ સારંગદેવને પોતાના કોઠારમાં લઇ ગયો. ત્યાં વધેલા મીઠાઇઓના ઢેરના ઢેર પડેલા જોઇને સારંગદેવ તો સ્તબ્ધ જ બની ગયો. ઝાંઝણશાહે કરેલો આશ્ચર્યકારક અતિથિ-સત્કાર જોઇને સારંગદેવે અંતરના ઉમળકાથી ઝાંઝણશાહને અત્યંત અભિનંદન આપ્યાં.
અતિથિ-સત્કારની ભાવના કેવી ભવ્ય હતી આ આર્યાવર્તમાં...તેનું અનુમોદનીય ઉદાહરણ છે આ...!!
મહારાજા દંડવીર્ય પણ અદભુત સાધર્મિક (અતિથિ) ભક્તિના આરાધક હતા. તેમને પ્રતિજ્ઞા હતી કે, ‘આંગણે આવેલા સઘળા સાધર્મિકો ભોજન લઇ લે ત્યારબાદ જ પોતે ભોજન ક૨વું.’’
દંડવીર્યની આ પ્રતિજ્ઞાની સુવાસ ચોતરફ ફેલાઇ હતી. ઠેઠ દેવલોકના રાજા દેવેન્દ્ર સુધી એ સુવાસ પહોંચી ગઇ. ઇન્દ્રને દંડવીર્યની પરીક્ષા લેવાનું મન થયું.
ઇન્દ્રને શું અશક્ય છે ? તેણે લાખોની સંખ્યામાં સાધર્મિક-શ્રાવકોને દેવીશક્તિથી નિર્મિત કર્યા. અને દંડવીર્યના રાજભધન તરફ મોકલવાનું શરુ કર્યું. આવનારા તમામ સાધર્મિકોની સુંદર ભોજન-ભક્તિ કરવામાં આવતી. પણ આ શું ? સાંજ પડી જવા છતાં સાધર્મિકોની વણઝાર બંધ થઇ નહીં છતાં દંડવીર્યની ભક્તિમાં ઓછાશ આવી નહિ.
સૂર્યાસ્ત થયો. રસોડાં બંધ થઇ ગયાં. શેષ રહી ગયેલા તમામ સાધર્મિકોને
૩૨૦