________________
માર્ગાનુસારીમાં ર૩મો ગુણ છે. બળાબળની વિચારણા...
વેપાર ધંધો...સંસાર વ્યવહાર...કળા-વિદ્યા...લેણદેણ સગાઇ-મિત્રાચારી વગેરે બાબતોમાં તથા વ્રત નિયમ ત્યાગ તપસ્યા કે બીજી જવાબદારી ઉઠાવતાં પહેલાં પોતાનું બળ કેટલું છે, કેટલું નથી એ માપી લેવું અને બળ પહોંચે એટલું જ ઉપાડવું..કાર્ય પ્રારંભ કરતા પહેલાં આ જરુરી છે. “મારી શરીરની...ધનની...સ્થાનની શક્તિ કેટલી...અને મારું ગજું કેટલું ?” એ વિચારને અનુસારે પગલું માંડે તો પાછળથી પસ્તાવું ન પડે અને પ્રારંભેલા કાર્યમાં સફળતા મળે...તથા જશ પણ મળે !
આજના કાળે આ ગુણનું પાલન જો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં વ્યવસ્થિત થવા માંડે તો સંભવિત અનેક પ્રકારના અપાયોથી બચી જવાનું બને..ચિત્તની સમાધિ પણ જળવાય અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રસન્નતાભર્યું વાતાવરણ ઊભું થાય.
એક ગુજરાતી કહેવત છે કે “ગુંડાની સામે પડવાની તાકાત ન હોય તો ગુંડો જે રસ્તે જતો હોય...ગુંડો જ્યાં રહેતો હોય...એ રસ્તે કે એ સ્થાનમાં ક્યારેય જવું નહિ...ક્યારેય રહેવું નહિ...” આ હકીકતની જો ઉપેક્ષા કરે તો ધન-માલ લૂંટાઈ જાય યાવત્ જાન પણ ગુમાવવો પડે !
બળાબળની વિચારણામાં આ જ વાત લાગુ પડે છે...કોઇપણ કાર્ય ઉપાડતા પહેલા આજુબાજુની પરિસ્થિતિ...તમારી તાકાત...તમારું પુણ્ય વગેરે સઘળીય ચીજોનો વિચાર કરી લો...અને પછી જ કાર્ય ઉપાડો..
પ્રોગ્રામ અડધી રાતે સંગીતના આલાપ ભરતા એક સંગીતકાર પાસે તેનો પડોશી પહોંચી ગયો.
“ઉસ્તાદજી ! તમારા સંગીતના આલાપ એટલા બધા જોરદાર છે કે આ પ્રોગ્રામો તમારે લંડન, મોસ્કો અને પેકીંગમાં આપવા જેવા છે...”
શું મારા સંગીતમાં એટલી બધી મીઠાશ છે ?'
૩૬૫