________________
આમ છતાં ગૃહસ્થો સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકે તો તેમણે મહિનામાં ૨૫ દિવસ જેટલું બ્રહ્મચર્ય તો પાળવું જ જોઇએ.
પરંતુ વર્તમાન વિષમકાળમાં, સિનેમા, બ્લ્યુ ફિલ્મો તેમજ કોમ્યુટર પર પોર્નોગ્રાફી અને બીભત્સ નવલકથાઓ તથા સાહિત્ય જનમાનસને અતિ-વિકારગ્રસ્ત બનાવી મૂક્યું છે તે બહુ જ ખેદ ઉપજાવનારી બાબત છે. આ વિષયમાં જેટલા જાતે સાવધાન બનશો એટલા તમે બચી શકશો. (૬) શાંતિપૂર્વક ભોજન કરો.
જમતી વખતે મનની પ્રસન્નતા ખૂબ જરૂરી છે. જેના મનમાં ક્રોધ-કામમાયા-લોભ આદિ વિકારો ચાલુ હોય...ધંધાકીય વિચારોની ગડમથલ ચાલ્યા જ કરતી હોય...સતત “ટેન્સનવાળી મન:સ્થિતિ હોય આવી રીતે ભોજન કરવાથી અજીર્ણ વગેરે થાય છે એમ નહિ, પરંતુ એ ભોજન વિષભોજન ગણાય છે.
આર્ય-પરંપરામાં ભોજન કરતાં પહેલાં પ્રભુનું નામ-સ્મરણ વગેરે કરવાની જે પરંપરા છે એ ખૂબ હેતુપૂર્વકની છે. પ્રભુ-નામ સ્મરણ મનના કુવિચારોને શાંત કરવાનો સૌથી સરળ ઉપાય છે.
આથી શાંતચિત્તે ભોજન કરવું જોઇએ. (૭) રાત્રિભોજન ન કરો.
રાત્રે જમવું એ પણ આત્મા અને આરોગ્ય બન્ને માટે હાનિકારક છે.
રાત્રે જમવાથી પરભવમાં કાગડા, ઘુવડ, ગીધ, બિલાડી, સાપ, વીંછી, ગરોડી વગેરે જેવા દુષ્ટ અવતાર મળે છે. વળી, આ ભવમાં પણ અનેક પ્રત્યક્ષ નુકસાનો છે.
ભોજનમાં કીડી આવી જવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. જૂ આવી જાય તો જલોદર, માખીથી ઊલટી, અને કરોળિયાથી કોઢ રોગ થાય છે. વળી, રાત્રે ખાધેલું સારી રીતે પાચન થતું નથી. આથી અપચો (અજીર્ણ) વગેરે રોગો તથા કામવાસનાની ઉત્તેજના-વૃદ્ધિ વગેરે ભાવરોગો પણ થાય છે. આવા અનેક કારણોસર રાત્રે જમવાનું છોડવું જોઇએ.
ખાધેલું અન્ન શરીરના સઘળા ભાગોમાં વ્યાપ્ત બની જાય છે. અને એથી
૨૮૨