________________
દઢ રુઢિઓ પ્રત્યે આદર થવો જોઇએ ?
જાતજાતના આધુનિક પ્રયોગો કરીને આપણે દેશની પ્રજાને બરબાદ કરવાનું કામ હરગિજ ન કરવું જોઇએ. કેટલીક આયુર્વેદિક દવાને જેમ વારંવાર “પુટ' આપીને અકસીર બનાવવામાં આવે છે, તે જ રીતે કેટલીક રુઢિઓ અને પરંપરાઓ-જે ભારતીય પ્રજાજનોનું ભારે હિત કરનાર છે-શિષ્ટજનો દ્વારા આચરાઇને, પુટ અપાઇ અપાઇને દઢ બનેલી હોય છે. તેવી રૂઢિઓ માટે તો આદર થવો જોઇએ. બહુમાન જાગવું જોઇએ. તેના પ્રત્યે તો ગૌરવ હોવું જોઇએ. તેના બદલે આજના કેટલાક બુદ્ધિવાદીઓને ભારે તિરસ્કાર હોય તેમ જણાય છે, તે ખરેખર ખેદની વાત છે.
એવી અનેક બાબતો છે...જે જૂની હતી છતાં પ્રજાને માટે અત્યંત કલ્યાણકારી
હતી.
સ્ત્રી પરતંત્રતાની પાછળ ઉમદા આશય :
જેમકે આપણી પ્રાચીન પરંપરામાં નારીને સ્વતંત્રતા આપવાનો નિષેધ હતોઃ “ન સ્ત્રી સ્વાતંત્ર્યમહતિ-સ્ત્રી સ્વતંત્રતાને યોગ્ય નથી.
આ વાત નારીના ઘરની બહારના સ્વાતંત્ર્યને રોકનારી હતી. તેને પુરુષની જેમ જગતમાં ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની સાથે હળવા-મળવાની છૂટ નહોતી. નારીને આવા પ્રકારની મર્યાદા પાળવાની જરુર એટલા માટે હતી કે તે (જો સંપૂર્ણ બ્રહ્મચારિણી સાધ્વીજીનું જીવન ન સ્વીકારી શકે તો) લગ્ન કરીને માતા બનનારી છે. આથી એના આચાર-વિચારની અસર એના ભાવિ બાળક ઉપર ચોક્કસ પડે અને જો તેને સ્વતંત્રતા આપવામાં આવે, તેના દ્વારા તેનું શીલ જોખમાય, તેનાં ભાવિ સંતાનો ચોક્કસ ખરાબ પાકે. આથી જ, ભારતની ભાવિ પ્રજા ઉત્તમ સંસ્કારોને ધારણ કરનારી બને એવા જ ઉમદા આશયથી સ્ત્રીને બહારનાં ક્ષેત્રોમાં પુરુષના જેટલી સ્વતંત્રતા આપવાની મનાઈ હતી.
અલબત્ત...ઘરની અંદર સ્ત્રી સંપૂર્ણ સ્વતંત્ર હતી. પતિસેવા... ઘરસજાવટ... અને બાળઉછેર જેવાં કાર્યોમાં તેને સંપૂર્ણ સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું જ હતું.
પરંતુ આજે જૂની રૂઢિઓને તોડી નાખવામાં જ બહાદુરી સમજનારા સુધારકોએ સ્ત્રીને સ્વાતંત્ર્ય-નિષેધની આર્ષ-પ્રણીત રૂઢિને નષ્ટપ્રાયઃ કરી. પરિણામ