________________
સંગ્રામ ખેલ્યા છે...એ સંગ્રામમાં ખુવાર થઇ જઇને પણ અતિથિની રક્ષા કરી છે. અતિથિને જીવાડવા, સંરક્ષવા અનેક કુટુમ્બોએ પોતાના પ્રાણસુદ્ધાંની ન્યોચ્છાવરી અદા કરી દીધી છે. આનું કારણ વિચારીએ તો સમજાશે કે આર્યદેશમાં જેમ “પિતૃ દેવો ભવ” “માતૃ દેવો ભવ' જેવા સૂત્રો દ્વારા માતા અને પિતાને દેવતુલ્ય ગણવામાં આવ્યા છે, તેમ “અતિથિ દેવો ભવ' સૂત્રની ભાવનાને પ્રસારવા દ્વારા લોકોમાં અતિથિને પણ દેવતુલ્ય ગણીને તેનો સત્કાર-સન્માન કરવાનું શીખવવામાં આવ્યું છે. સાધર્મિક-ભક્તિ પણ અતિથિ-સત્કાર છે :
સાધર્મિક એટલે સમાન-ધર્મી. સમાનધર્મી માનવની ભક્તિ કરવી તે પણ એક પ્રકારનો “અતિથિ-સત્કાર” છે...
સાધર્મિકોની ભક્તિને તો જૈનશાસ્ત્રોએ પુષ્કળ મહત્ત્વ આપ્યું છે. પર્યષણ-પર્વનાં પાંચ કર્તવ્યોમાં “સાધર્મિક-ભક્તિ ને બીજા નંબરનું મહત્ત્વનું કર્તવ્ય ગણાવાયું છે. એટલું જ નહિ, એટલે સુધી શાસ્ત્રો લખે છે કે, “એક બાજુ જીવનમાં આચરેલા તમામ ધર્મો મૂકવામાં આવે અને બીજી બાજુ એક સાધર્મિકની એક વખત આચરેલી ભક્તિ મૂકવામાં આવે, તો તેમાં સાધર્મિક ભક્તિનો ધર્મ ચડિયાતો પુરવાર થાય છે.” રાજા કુમારપાળની અદભુત સાધર્મિક-ભક્તિ ઃ
અઢાર દેશના માલિક ગુર્જરેશ્વર કુમારપાળ, કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ ભક્ત ને પરમાર્સત્ શ્રાવક હતા.
કુમારપાળ રાજાએ પોતાના પરમોપાસ્ય ગુરુદેવનું ભવ્ય સામૈયું કર્યું. તે સ્વાગત યાત્રામાંપૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવે જે વસ્ત્ર પહેર્યું હતું. તે ખૂબ જાડું હતું. તે જોઇને કુમારપાળનું હૈયું વ્યથિત બની ચૂક્યું. ચાલુ સ્વાગતયાત્રાએ કંઇ બોલવું તે અનુચિત લાગતાં ત્યારે તો કુમારપાળ મૌન રહ્યા.
પણ ઉપાશ્રયે આવ્યા બાદ, પૂજ્ય ગુરુદેવને વન્દના કરીને કુમારપાળે આચાર્યદેવશ્રીને પૂછ્યું “ગુરુદેવ ! અઢાર દેશનો મહારાજા કુમારપાળ આપનો ચરણસેવક પરમ ભક્ત ! અને આપ આવું જાડું ખધડ જેવું વસ્ત્ર પહેરો, એ મને જચતું નથી. ભગવદ્ ! લોકો શું કહેશે ? લોકો કહેશે કે આવા મહાન આચાર્યનો ભક્ત કુમારપાળ અઢળક સંપત્તિમાન હોવા છતાં મહાકંજૂસ છે. નહિ તો પોતાના
૩૧૬