________________
પ્રવચનો-અંતર્ગત કલ્પસૂત્ર ઉપર ગુરુદેવની ધર્મવાણી વહી રહી હતી.
પ્રસંગ આવ્યો કે માતા ત્રિશલાને ચૌદ સ્વપ્નો આવ્યા પછી તેઓ પોતાના પતિદેવ રાજા સિદ્ધાર્થના શયનખંડમાં હંસગામિની ગતિએ ગયા. અને પોમઆવેલાં ચૌદ સ્વપ્નોનું પતિ આગળ વર્ણન કરીને તેનું ફળ પૂછ્યું.
ત્રિશલાનાં ચૌદ સ્વપ્નોની વાત સાંભળીને પ્રસન્નચિત્ત 'રાજા સિદ્ધાર્થ તે સ્વપ્નોનું ફળ-કથન કરતાં કહ્યું કે આ સ્વપ્નોના ગરુપે તમને મહાન પુત્રરત્નની પ્રાપ્તિ થશે. જે જિનધર્મનો ચોવીશમો ની ચકર થશે અથવા મહાન ચક્રવર્તીરાજા બનશે.
આ સાંભળીને ત્રિશલાદેવી ખૂબ પ્રસન્ન બન્યાં.
ઉપરોક્ત પ્રસંગ પ્રવચનમાં સાંભળીને આવેલા દેદાશાહે પોતાનાં ધર્મપત્નીને પૂછ્યું “આજે તેં ગુરુદેવના પ્રવચનમાં ખાસ પ્રસંગ ક્યો સાંભળ્યો ? કે જેમાંથી ખૂબ ઉત્તમ પ્રેરણા લઈ શકાય.”
ત્યારે ધર્મપત્ની કહે: “તમે ક્યાં પ્રસંગની વાત કરો છો તે મને સમજાતું નથી. તો તમે જ તે પ્રેરક પ્રસંગની વાત કરો ને !”
પછી દેદાશાહે ઉપરોક્ત પ્રસંગ પુનઃ પત્નીને કહી સંભળાવ્યો. અને છેલ્લે પૂછ્યું “તું. આ પ્રસંગમાંથી સમજવા જેવા મર્મને સમજી શકી ?”
ત્યારે પત્નીએ કહ્યું “ના...તે મર્મ પણ તમે જ કહો..મને તે અંગે કાંઇ ખ્યાલ આવતો નથી.”
પછી દેદાશાહ બોલ્યા:ઍ “આનો અર્થ એ કે પુત્રાદિ પ્રાપ્તિના હેતુ સિવાય પ્રાયઃ પૂર્વ-કાળમાં પત્ની-પતિ પણ વિષય-રક્ત બનતા નહિ અને બ્રહ્મચર્ય-પાલન સહજ બને તે માટે શયનખંડ પણ અલગ રાખતા.
તો બોલ...તારો વિચાર હોય તો આજથી આપણે પણ બ્રહ્મચર્યના પાલન માટે તત્પર બનીએ. કારણ કે આપણને પેથડ નામનો પુત્ર થઈ જ ગયો છે.”
ત્યારે ખરેખરા અર્થમાં ધર્મપત્ની એવી દેદાશાહની પત્નીએ જવાબ આપ્યો : “તમે જો બ્રહ્મચર્ય-પાલન માટે તત્પર હો...તો હું તેમાં અત્યંત રાજી જ છું. ચાલો...હમણાં જ ગુરુદેવનાં ચરણોમાં...અને આજથી જ આપણે વ્રત-પાલનનો અભિગ્રહ ધારણ કરી લઇએ.”
vo|