________________
जीर्णे भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया । बृहस्पति रविश्वासः, स्स्त्रिषु मार्दवम् ।। આ શ્લોકનો અર્થ આ પ્રમાણે
આત્રેય ઋષિ કહે છે. જ્યારે પૂર્વે ખાધેલું ભોજન પચી જાય પછી જ બીજું ભોજન કરવું...આ આયુર્વેદનો સાર છે.
કપિલ એમ કહે છે : જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે હંમેશાં દયા રાખવી...એ કપિલ-મતનો સાર છે.
બૃહસ્પતિ એમ કહે છે કે આ દુનિયામાં ઝટ ઝટ બીજાઓ ઉપર વિશ્વાસ ન કરવો, એ બૃહસ્પતિ મતનો સાર છે.
અને પંચાલ એમ કહે છે : સ્ત્રીઓ પ્રત્યે મૃદુતા રાખવી, આ પાંચાલમતનો સાર છે.
રાજાએ ચારેય મતના પંડિતોનો શ્લોક સાંભળીને પ્રસન્નતા પ્રગટ કરી અને તેમને સારું ઇનામ આપી વિદાય કર્યા.
આ કથામાંથી આપણો ઉપયોગી-ભાગ એ છે.
જ્યારે ભોજન જીર્ણ (પચી જાય) થાય ત્યારે જ નવું ભોજન લેવું જોઇએ. અજીર્ણનાં લક્ષણો.
અજીર્ણના મુખ્ય ચાર પ્રકાર છે: (૧) આમ (૨) વિદગ્ધ (૩) વિષ્ટબ્ધ અને (૪) રસશેષ.
(૧) આમઃ ઝાડો તદન પાતળો આવે અને તેમાંથી નરી બદબૂ આવે...અત્યંત દુર્ગધ છૂટે...આ “આમ”નામનો અજીર્ણનો પ્રકાર છે.
(૨) વિદગ્ધ : ઝાડામાં ખરાબ ધુમાડા જેવી વાત (દુર્ગધ) આવે તે અજીર્ણનો બીજો વિદગ્ધ' પ્રકાર છે.
(૩) વિષ્ટબધ : આ પ્રકારના અજીર્ણમાં શરીર ભાંગે, શરીરમાં કળતર વગેરે જણાય તેને ત્રીજો વિષ્ટબધ' પ્રકાર ગણવામાં આવે છે.
(૪) રસશેષ : આ પ્રકારના અજીર્ણમાં શરીરમાં જડતા આવે છે. શરીર અકડાઈ જાય, અથવા શિથિલ થઈ જાય, અન્ન ઉપર અરુચિ પેદા થાય, ખાટા
૨૭૦]