________________
ગુણ ૨૫ : પોષ્યવર્ગનું પોષણ
માર્ગાનુસારીના ગુણોમાં માતા પિતાની પૂજા એ મહત્વનું કર્તવ્ય બતાવ્યું. માતા-પિતા ઉપકારી હતા માટે એમની પૂજા કરી પરંતુ જેઓ ઉપકારી નથી છતાં સબંધી છે. પોષ્ય એટલે જેમનું ભરણપોષણ કરવાની પોતાની જવાબદારી છે. પત્ની, પુત્ર, પુત્રી, નિરાધાર કાકી, ફોઈ, મામા-મામી અથવા ગામાઇ બંધ વિગેરેનું ન્યાયના માર્ગે રહીને પોષણ કરવું. પાલન કરવું, તેઓના ચિત્તની સમાધિ જળવાઈ રહે માટે...આપઘાતના કે આશ્રમમાં નિરાધાર હાલતમાં જવાનો તેઓને ક્યારેય વિચાર જ ન જાગે માટે તેઓના ભરણ પોષણની જવાબદારી ઇમાનદારીથી ઉઠાવવી...નભાવવી, અલબત...આ જવાબદારીઓ સ્વીકારતા વધારાનો બોજો પડશે...અનુકુળતાઓ ગૌણ કરવી પડશે...કર્તવ્ય પાલન ખાતર વાસનાઓના બલિદાન કદાચ આપવા પડે ! - એકવાત ભૂલશો નહિ, ધર્માત્મા પાસે રહેલી સંપત્તિ અનેક આત્માઓને સમાધિ અપાવ્યા વિના રહેતી નથી...દીન-દુઃખી, ગરીબ, અનાથ જીવોનાં દુ:ખોને દૂર કરવાની પણ જો આપણી જવાબદારી છે તો પછી જે સબંધીઓ છે તેઓને સાચવી લેવાની જવાબદારીમાંથી તો છૂટાય જ શી રીતે ? સ્થિતિ સંપન્ન માણસો આ ગુણને જો અમલી બનાવે તો સંઘ/સમાજમાંથી વિષમતાઓ સ્વાભાવિક દૂર થઇ જશે. સ્વકેન્દ્રિત જીવન પધ્ધતિને સર્વ કેન્દ્રિત બનાવી દો.
મને બીજા કેટલા ઉપયોગી થઈ શકે છે આ વિચારણાએ સ્વાર્થ લક્ષી બનાવ્યા. હું બીજાને વધુમાં વધુ કેટલો ઉપયોગી થઇ શકું છું આ વિચારણાથી પરમાર્થ ખીલી ઉઠશે..
જેમના ભરણ પોષણની જવાબદારી છે તેમની સાથે ખૂબ સૌમ્યતા જાળવવી. હું અહેસાન કરી રહ્યો છું તેવો ભાવ જામવા ન દેવો. અનીતિ-અન્યાયના માર્ગે પોષણ ન કરવું. નબળી સ્થિતિ હોય તો ખેંચાઇને ન કરવું, સ્થિતિ સારી હોય તો કૃપણતા ! ન કરવી.
જાનવરના ભવમાં આવી કોઇ તક નથી. વિવેક નથી. માનવ પાસે વિવેક દ્રષ્ટિ છે. સામાને અનુકૂળતા કરી આપવામાં વિકસતા સત્ત્વનો અનુભવ છે. ચાલો, પાછા ન પડીએ...
3७४