________________
ધન સાધનરૂપ મટીને જ્યારે સાધ્યરૂપ બને છે. ત્યારે તે લોભવૃત્તિ...તમને અહિંસક નહીં રહેવા દે...ધન મેળવવા હિંસા કરવી પડે છે...ધન મેળવવા પોતાના પરદેશથી આવતા બાયરો” ને માંસાહાર કરાવવો પડે.. તેમને સુરા અને સુંદરી પૂરી પાડવી પડે...તો તે બધું ય બિઝનેશ'ના એક ભાગરૂપ ગણાશે. એમાં લોભીને કશું અજગતું નહિ લાગે.
આવી લોભવૃત્તિ તમારા જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખશે... તમારા શરીરમાંથી સદાચાર સલામ ભરીને ચાલ્યો જશે. તમારી શુભ-વિચારણાઓને તમારા અંતરમાં રહેવાનો-વસવાનો હવે અવકાશ નહિ રહે.
ધનલોભ એવો કારમો છે કે એને પૂરો કરવા માટે માણસ અનેક સિદ્ધાંતોમાં અને પોતાની માન્યતાઓમાં બાંધછોડ કરવા લાગે છે. એને એમ જ લાગતું હોય છે કે, “જૂઠું તો મારે બોલવું જ પડે.. વિશ્વાસઘાત તો આજે ધંધામાં ન કરીએ તો ન જ ચાલે...પ્રામાણિકતા અને નીતિ નિયમોની વાતોને વધુ પડતી ગંભીરતાથી ન સ્વીકારાય...આ બધું પાળવા જઇએ તો આપણે જગતથી ઘણા પાછળ રહી જઇએ.”
અને આમ આવા સ્વાર્થી માનસ-સમાધાનોથી એ તમામ દુર્ગણોને જીવનમાં આવકાર આપતો જ જાય છે.
ગુણવિહોણા ગંધાતા જીવનના સર્જનહાર ધન લોભને કોઇ પણ રીતે તિલાંજલિ આપજો. લોભની કારમી કરુણાંતિકા :
મહંમદ ગઝની ઇતિહાસનું એક રક્તરંજિત અને કલંકિત નામ છે.
એનો ઇતિહાસ એમ કહે છે કે તેણે સોમનાથ પાટણ ઉપર સત્તર સત્તાવાર ચડાઈ કરી હતી. અનેક મૂર્તિઓને ભાંગીને ખંડિત કરી નાખનાર એ ધર્મનો દ્વેષી તો હતો જ, પણ ભારતની હરિયાળી ધરતીને રાન-રાન કરી નાંખવામાં પણ તેણે પોતાની શક્તિનો દુરુપયોગ કરેલો.
શક્તિનો એને ભયંકર ઘમંડ હતો. સંપત્તિનો એને કારમો લોભ હતો. ' સુરાનો તે જબરો શોખીન હતો.
૨૯૨