________________
ઉપકારોને શી રીતે વધાવી શકવાનો છે ? માતા-પિતાનો ઉપકાર આકાશ જેટલો :
જે માતાએ જન્મ આપ્યો, એ જન્મ આપવા પૂર્વે નવ-નવ મહિનાની ગર્ભાવસ્થાની ભયંકર પીડાને ભોગવી, પ્રસૂતિની કારમી પીડાને સહી લઇને પણ જેણે આપણને જીવન આપ્યું, ત્યાર બાદ બાલ્યાવસ્થામાં પોતાનું દુગ્ધ-પાન કરાવ્યું, એ કાજે જેણે પોતાનું સહજ-સૌન્દર્ય ગુમાવ્યું, ધનની ગરીબીમાં પણ જેણે પોતે અડધે-પેટે રહીને આપણને પૂરું ભોજન કરાવ્યું...બાળપણમાં સૂકી જગ્યામાં સુવડાવ્યા..આપણાં મળ-મૂત્રને જેણે જરાય મોં મચકોડ્યા વગર સાફ કર્યા...આપણને ઊંચા સંસ્કારો આપવા માટે જેણે અથાગ પરિશ્રમ કર્યો, એ માતાનો ઉપકાર કેટલો? આકાશ જેટલો અસીમ...
જે પિતાએ સતત નોકરી-ધંધો કરીને આપણા માટે, પોતાનાં બાળકો માટે ધન કમાવ્યું...એ ધન મેળવવા કાજે જેણે ક્યારેક-ન કરવાં જોઇએ છતાં-અન્યાય અને અનીતિ પણ કર્યા...આપણને ખાન-પાનની, વસ્ત્ર-વાસણની, જીવનજરૂરિયાતની તમામ ચીજોનું જેમણે પ્રદાન કર્યું...જેણે પોતાના જીવનની કીમતી પળોનો, ઘણાં વર્ષોનો ભોગ આપણા માટે આપ્યો...અવસરે યાર અને અવસરે પ્રકોપ કરીને જેણે આપણા સાંસારિક ઘડતરની સઘળી ચિંતા કરી...એવા પિતાનો ઉપકાર કેટલો ? જવાબ એ જ છે..આકાશ જેટલો અનંત...
આવાં અસીમ અને અમાપ ઉપકારી માતા અને પિતાની પૂજા કરનારને શાસ્ત્રોએ આદિધાર્મિક કહ્યો તે તદન યથાર્થ જ છે અને ઊલટું આવા ઉપકારીઓના ઉપકારને જે યાદ રાખતો નથી...એનું જે સતત સ્મરણ કરતો નથી. તેને શાસ્ત્રો કૃતન' કહે છે. તેવો આત્મા ધર્મ પામવા માટેની પ્રાથમિક પાત્રતા પણ ધરાવતો નથી. ડો. ટોડરમલની પ્રેરક ઘટના :
ડો. ટોડરમલની તે સાચી ઘટના પ્રેરક છે ! ડો. ટોડરમલ ખૂબ જ પ્રખ્યાત ડોકટર બન્યા પછી પણ તેમની માતા તેમને હંમેશા “બેટા ટોડર !” એવા જ ટૂંકા જ નામે બોલાવતી. માને મન ગમે તેટલો પ્રખ્યાત પુત્ર પણ અંતે તો દીકરો જ છે ને ! પણ ગમે તે કારણે આ વાત ડો. ટોડરમલને સમજાઇ ન હતી તેથી જ
ક