________________
ખૂબ આઘાત પામી. તેણે પોતાનાં બાળકોમાં આવા કુસંસ્કારો ન પડે તે માટે પેલું ઘર બદલ્યું. નવું ઘર સારા પડોસવાળા સ્થાનમાં લીધું અને બાળકોને ઉત્તમ સંસ્કારોના પાઠ પઢાવવા લાગી.
એક રાતે પતિ જેલમાંથી ભાગી છૂટ્યો અને નવું ઘર શોધતો શોધતો ત્યાં આવી ચડ્યો. બારણું ખખડાવ્યું. રજપૂતાણી કહે: “કોણ છે ?”
- રજપૂત કહે: “હું તારો પતિ. આજની એક રાત ઘરમાં રહેવા દે. પેલા નાલાયક શેઠે મને જેલમાં ધકેલ્યો. હવે એ શેઠનું કાલે જ ખૂન કરીને ભાગી છૂટીશ.”
રજપૂતાણી કહે: “નહિ. એ નહિ બને. તમારાં આ બાળકો તમારા જેવા ખૂની ના પાડે તે માટે એને હું સદાચારના પાઠો શીખવાડું છું અને તમે અહીં આવીને, આવાં અપકૃત્યો કરીને તેના ઉપર પાણી ફેરવવા માગો છો ? મહેરબાની કરીને આ બાળકોની ખાતર પણ ચાલ્યો જાઓ.”
પણ પતિ ન માન્યો. એ જબરજસ્તીથી ઘરમાં ઘૂસવા લાગ્યો ત્યાં જ રજપૂતાણી ઊભી થઇ. એણે પતિના ચરણ સ્પર્શવાનો ઢોંગ કરીને નીચે વળી ધડાધડ ત્રણ ગોળીઓ બંદૂકમાંથી છોડીને પતિનું ખૂન કરી નાખ્યું.
ગોળીઓના ધડાકાથી ઊંધેલાં બાળકો જાગી ગયાં. પૂછ્યું “મા ! શું થયું ?”
માતાએ જવાબ આપ્યો: “બેટાઓ ! આ કોઇ લૂંટારો આપણું સંસ્કારધન લૂંટી જવા આવ્યો હતો તેથી તેને મેં મારી નાખ્યો.”
આર્યદેશની સન્નારી આવી હોય ! એ સંસ્કારોની જાળવણી ખાતર અવસરે પોતાના સુહાગનું બલિદાન આપતાં વિચાર ના કરે. - મૂળ વાત એ છે કે આ આખી દુ:ખદ સ્થિતિનું મૂળ ખરાબ મિત્રોરૂપી પડોસ હતો. તેણે જ રજપૂતના જીવનની પાયમાલી નોતરી. ચાલીઓ અને પોળોનો નિવાસ સારો હતો ?
વરસો પહેલાં અમદાવાદ-મુંબઇ જેવાં શહેરોમાં લોકો ચાલીઓમાં રહેતા. પોળોમાં રહેતા (જોકે આજેય મધ્યમ વર્ગના ઘણા લોકો રહે જ છે.)
૧૨૯