________________
આદર હતો !! પાશ્ચાત્યોની અશિષ્ટતાભરી કથાઃ
પાશ્ચાત્ય લોકોમાં કેટલેક ઠેકાણે કેવી ઘોર અશિષ્ટાતાઓ,વ્યાપી ચૂકી છે તેની એક નાનકડી ઘટના થોડા વખત પહેલાંના એક ગુજરાતી સાપ્તાહિકમાં વાંચવામાં આવી હતી, જે વાંચતાં શિષ્ટજનોના અંતરમાં વ્યથા ઉત્પન્ન થયા વગર રહેશે નહિ.
લંડનમાં એક પુસ્તક પ્રગટ થયું છે. જેની લેખિકાનું નામ છે ડેબોરાહ મોગાચે. પુસ્તકનો વિષય છે: વીર્યદાન વડે પ્રજાને પેદા કરવાના અખતરાઓ કરવાથી કેવી ગરબડો પેદા થાય છે, તેના ઉપર આધારિત એક નવલકથા.
આ નવલકથાનો વિષય લેખકે પોતાના જાતઅનુભવ ઉપર આધારિત લખ્યો છે.
ડેબોરાહને બે બાળકો હતાં. તેની મોટી બહેનનાં લગ્ન થઈ ગયા બાદ તેને બાળકો જ ન થયાં. ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવીને થાકી ગયા છતાંય તેને બાળકો ન જ થયાં.
આ પછી કૃત્રિમ વીર્યદાન દ્વારા તે બહેનને બાળક પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો કરાયા. જુદી જુદી ટ્રીટમેન્ટ અને વીર્યદાનના પ્રયોગોથી મોટી બહેન કંટાળી ગઇ કારણ કે વીર્યદાન દ્વારા બાળક-પ્રાપ્તિનો પ્રયોગ પણ સફળ થયો નહિ.
- આખરે તેણે પોતાની નાની બેન ડેબોરાહ પાસે એક પ્રસ્તાવ મૂક્યો : “બેન ! મારા સુખને ખાતર તું તારો પતિ થોડા દિવસ માટે મને આપ.”
શિષ્ટજનોને માટે સાંભળી પણ ન શકાય તેવા આ પ્રસ્તાવને પેલી નાની બેને સ્વીકારી પણ લીધો. તેણે પોતાનો પતિ પોતાની મોટી બહેનને થોડા દિવસ માટે ઉછીનો આપ્યો.
અને ખૂબી તો એ વાતની છે કે પેલી મોટી બહેનના પતિએ પણ પુત્રની લાલસા ખાતર આવા અત્યંત અશિષ્ટ વ્યવહારને સંમતિ પણ આપી દીધી.
મોટી બેનનો શારીરિક સંબંધ ડેબોરાહના પતિ સાથે થવા લાગ્યો. એના કારણે એને ગર્ભ પણ રહ્યો અને બાળક પણ અવતર્યું.