________________
ચીજો બીજા અનેક લોકોના ઉપકાર દ્વારા પ્રાપ્ત થાય છે. આપણામાં જે શુભ વિચારો અને શુભ-ભાવનાઓ પ્રગટ થાય છે તેમાં પણ દેવ, ગુરુ, ધર્મ, માતા, પિતા, શિક્ષકો, સારાં પુસ્તકો વગેરે અનેકનો આપણા ઉપરનો ઉપકાર કારણભૂત છે.
પરોક્ષ અને પ્રત્યક્ષ અનેક રીતે અનેકોના ઉપકાર-ભાર તળે આપણે દબાઈ ગયેલા છીએ. આવા અનેકોના દેવામાં જ્યારે આપણે ડૂબેલા હોઇએ ત્યારે આપણાથી બેફામ ખર્ચ કેમ થાય ? આપણી કમાણી ઉપર માત્ર આપણો જ અધિકાર નથી. આપણા પરિવાર, સગાં-સંબંધીઓ, સ્નેહીજનો, સમાજ, ધર્મ, ધર્મગુરુઓ અને આખી માનવજાતના કલ્યાણ માટે આ સંપત્તિનો વિનિયોગ થવો ઘટે. તો જ તે દેવામાંથી આપણે કાંઇક અંશે પણ ઋણમુક્ત થઈ શકીએ.”
“આપણી ધન-સંપત્તિ દ્વારા આપણું અને પરિવારનું પોષણ થાય એટલી રકમ ખર્ચીને વધતી સંપત્તિનો બીજા જીવોના બાહ્ય અને અત્યંતર વિકાસ માટે સદુપયોગ કરવો જોઇએ.”
કેટલી બધી સુંદર વાતો એ સદગૃહસ્થ જણાવી દીધી ! વાત કરવા બે ફાનસની શી જરૂર ?
કરકસર કરનારા બીજા એક સજ્જનની વાત યાદ આવે છે.
તેઓ એકવાર બે ફાનસ સળગાવીને લખી રહ્યા હતા ત્યારે કેટલાક કાર્યકર્તાઓ જીવદયા અંગે ફળો લેવા આવ્યા. તે સજ્જને તરત જ એક ફાનસ બુઝાવી દીધું. આવનારા ભાઇઓને થયું
“આવો કંજૂસ માણસ ફાળામાં શી રકમ આપશે.”
પરંતુ પેલા સજ્જને ફાળામાં ધાર્યા કરતાં ઘણી સારી રકમ આપી. પેલા ભાઇઓના જૂથમાંના એક ભાઇએ વિનમ્રતાથી પૂછ્યું “અમે આવ્યા ત્યારે બે ફાનસના પ્રકાશમાં આપ લખતા હતા અને પછી આપે એક ફાનસ બુઝાવી દીધું. આવી કંજૂસાઈ જોઇને અમને ત્યારે થયું હતું કે આપ ફાળામાં શી રકમ લખાવવાના હતા...પણ જ્યારે આપે અમારી ધારણા કરતાં વધુ રકમ આપી ત્યારે અમારો ભ્રમ ભાંગી ગયો.”
ત્યારે પેલા સજ્જને કહ્યું “ભાઈ ! લખવા માટે બે ફાનસ જરૂરી હતાં પરંતુ વાતચીત કરવા માટે એક જ ફાનસ પર્યાપ્ત હતું. મારો નિયમ એ છે કે વ્યર્થ
૨૦૦]