________________
સચોટપણે-પણ ઉચિત રીતિએ-પ્રતિકાર કરવો જોઇએ. કારણ કે શિષ્ટાચારપ્રશંસાની બીજી બાજુ છે અશિષ્ટાચારોની અવગણનાં...એક બાજુ શિષ્ટાચારોની પ્રશંસા કરવામાં આવે પરંતુ જો બીજી બાજુ અશિષ્ટાચારોનો તિરસ્કાર, અવગણના ન કરાય તો તેનો ઝાઝો અર્થ જ રહેતો નથી.
હિટલર અને ઔરંગઝેબ જેવા દુષ્ટ શાસકોએ પણ અમુક શિષ્ટાચારોને ઉચિત રીતે આવકાર્યા છે ત્યારે આજના બુદ્ધિજીવી અને પાશ્ચાત્યપ્રેમી કેટલાક ભારતીયજનો એ જ શિષ્ટાચારોને અવગણી રહ્યા છે ત્યારે મનમાં ભારે ખેદ થાય છે.
નારીઓને નોકરી છોડાવતો હિટલર :
હિટલરે સત્તા ઉપર આવતાંની સાથે જ હુકમ કર્યો હતો કે તમામ સ્ત્રીઓએ નોકરી કરવાનું બંધ કરીને પોતાના ઘરકામમાં, પતિની સેવામાં અને પોતાનાં બાળકોના ઉછેરમાં લાગી જવું. કારણ કે હિટલર માનતો હતો કે નોકરી ક૨તી નારી માટે શીલની સુરક્ષાનો પ્રશ્ન અત્યન્ત જટિલ બની રહે છે અને દેશની અંદર નારીઓ કુશીલવતી બનશે તો દેશની પ્રજા સદાચારી અને સત્ત્વશીલ શી રીતે બની શકશે ? આથી જ નારીએ શીલની રક્ષા ખાતર નોકરી વગેરે દ્વારા થતા લાભોને તિલાંજલિ આપવી જોઇએ.
હિટલર જેવો સરમુખત્યાર પણ જ્યારે ‘નારીને માટે ઘ૨ અને પતિ તથા બાળકોની કાળજીને'' જ ઉચિત ગણતો હોય...ત્યારે ભારતના કેટલાક ડીગ્રીધારી લોકો નારીને ઘરના બંધિયાર વાતાવરણમાંથી મુક્ત કરીને બહારના ક્ષેત્રમાં લાવવાની વાતો'' કરી રહ્યા છે...અને એ રીતે ભારતીય નારીઓના શીલના પ્રશ્નો જટિલ બનાવી રહ્યા છે તે કેટલું દુ:ખદ ગણાય.
ઔરંગઝેબનો શિષ્ટાચાર-પ્રેમ :
જ
એવો જ બીજો એક પ્રસંગ છે ઔરંગઝેબની નારી-સન્માનની ભાવનાને પ્રગટ કરતો.
ઔરંગઝેબની દીકરી ઝેબુન્નીસા એકવાર ઢાકાની અત્યંત ઝીણી મલમલની સાડી પહેરીને તેની પાસે આવી હતી. તેમાંથી તેનાં અંગોપાંગો સ્પષ્ટપણે જોઇ શકાતાં હતાં. આ જોઇને ઔરંગઝેબ ત્રાસી ઊઠ્યો અને તેણે હુકમ કર્યો: ‘‘આ
૪૪