________________
પૂર્વે જણાવ્યું તેમ આપણો જીવ નિમિત્તવાસી છે. એને ખરાબ નિમિત્તો મળતાં તે ખરાબ બનતો જાય છે અને જો સારાં નિમિત્તો મળે તો તે સારો પણ બની શકે છે. પડોશીના સંસ્કારોની સંતાનો પર અસર :
પડોશીના સંસ્કાર અને કુસંસ્કારની બહુ મોટી અસર સંતાનો ઉપર પડતી જોવા મળે છે.
વર્તમાનકાળમાં અને તેમાંય જેવા મોટા શહેરમાં કોસ્મોપોલિટન્ટ બિલ્ડિંગોમાં એક ફલેટમાં જેને રહેતો હોય તો એની જોડાજોડનો ફ્લેટ કોઇ મુસલમાનનો હોય અને એની જોડે વળી કોઇ મરાઠી અથવા તામિલી રહેતો હોય. આ બધાના સંસ્કારોની ભેળસેળ તમારાં સંતાનોમાં જરૂર થાય, થતી જ હોય છે.
હજી માતા-પિતા વગેરે મોટી ઉંમરના માણસો તો કદાચ સંયમ રાખી શકે, પણ નાનાં બાળકોને તમે કેટલીવાર રોકશો ? તમારું નાનું બાળક મુસલમાનના ઘરે જઇને ક્યારેક કોઈ નોનવેજ આઇટમ ચાખી આવે તે વાત તમારાથી સહન થાય તેવી છે ? અને જો તમે બાળકને તે પડોશી મુસલમાનના ઘરે જતો રોકો તો કદાચ તે પડોસીને ખરાબ લાગે: “શું અમે હલકા માણસો છીએ ? શા માટે તમે નાનાં બાળકને આવતો રોકો છો ?' આવું એના મનમાં આવે.
* આના કરતાં એવા પડોસવાળા સ્થાનમાં ફ્લેટ લેવો જ નહિ તે જ ઉત્તમ ગણાય.
કદાચ મુસલમાન ન હોય અને વૈષ્ણવ-બ્રાહ્મણ વગેરે પડોસી હોય અને જો કંદમૂળ વગેરે ખાતા હોય અને બાળકો તે વૈષ્ણવ વગેરે પડોસીના ઘરે વારંવાર જતા થઈ જાય તો તે પણ બટાટા વગેરે ખાતા થઇ જવાની પૂરી શક્યતા છે.
આવી સ્થિતિમાં સંસ્કારોની જાળવણી ખૂબ જ મુશ્કેલ બની જાય. એથી જ બને ત્યાં સુધી જૈનોએ જૈન અને તેમાંય પોતાના જ ગચ્છ કે સંપ્રદાયને માનનાર પડોસી હોય તેવું જ ઘર પસંદ કરવું જોઇએ. તેવો જૈનપડોસ ન મળે તો છેવટે વૈષ્ણવ કે બ્રાહ્મણ જેવા શુદ્ધ અન્નાહારી વેજીટેરીયન માણસોનો જ પડોસ શોધવો, પરંતુ માંસાહારીનો પડોસ તો કોઇ પણ સંજોગોમાં ન જ હોવો જોઇએ. કદાચ બીજી અનુકૂળતા કે સગવડ સારો જૈન વગેરેનો પડોસ લેવા જતાં ન મળે તો તે