________________
સતત એ આ બધાને જોતો રહ્યો. અને તે તમામના એકસાથે થનારા વિરહની કલ્પના કરી-કરીને ચીસો અને ચિચિયારીઓ પાડતો રહ્યો.
એનું અંતર વિરહના અગ્નિમાં સતત જલતું જ રહ્યું અને અંતે તે મરી ગયો.
સુખનો અને સુખનાં સાધનોનો કારમો લોભ, જીવને કેવો અકળાવી મૂકે છે ! લોભની કરુણાંતિકા કેવી ભયંકર છે ! એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે મહંમદ ગઝની !
- શાણપણ તો તેમાં છે કે સંપત્તિને છોડીને જગતમાંથી જતા રહેવું પડે, તે પહેલાં જ પુણ્યોદયથી પ્રાપ્ત સંપત્તિને આપણે જ તરછોડી દઇએ સન્માર્ગમાં સદુપયોગ કરીને જ સ્તો !
આ જ રીતે જે આત્માઓ કામસેવનમાં પણ સદાચારનું નિયંત્રણ નથી રાખતા...સ્વસ્ત્રીસંતોષ અને પરસ્ત્રીત્યાગના ધર્મો દ્વારા તેને કાબૂમાં નથી લેતા...તે આત્માઓ પોતાના જીવનની ભારે પાયમાલી નોતરે છે.
અર્થોપાર્જનમાં ઘોર અન્યાય-અનીતિ આચરનારા અને કામસેવનમાં સદાચારનો ધર્મ નહીં સાચવનારા આત્માઓના અર્થ-પ્રવૃત્તિને અર્થ પુરુષાર્થ ન કહેવાય. તેમજ તેમની કામ-પ્રવૃત્તિને કામ-પુરુષાર્થ ન કહેવાય.
અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત વગેરે તમામ પાપોને આચરીને પણ કરાતી અર્થોપાર્જનની પ્રવૃત્તિને અર્થાલ્પતા કહેવાય. અને સદાચાર વગેરેને નેવે મૂકીને કામ-પ્રવૃત્તિને કામાન્ધતા કહેવાય.
આવા અર્થાન્ત અને કામાન્ય માણસો જે અર્થ અને કામનું સેવન કરે છે તે પરસ્પર અબાધિત નથી હોતા. એટલું જ નહિ, તેઓ કદાચ દેખાદેખીથી કે અન્ય કોઈ હેતુથી ધર્મ કરે તો તે ધર્મ પણ વાસ્તવિક ધર્મ નથી હોતો...કારણ કે તે ધર્મક્રિયાના અવસરે જ જો તેને અર્થ કમાવવાનો મોકો મળી જાય તો તે ધર્મને તિલાંજલિ આપી દે. દાખલા તરીકે જિનપૂજા કરવા જતો હોય અને રસ્તામાં કોઇ ઘરાક મળી જાય અને તેની પાસેથી સારું કમાઇ લેવાની આશા હોય તો જિનપૂજા કરવાનું માંડી વાળીને તે ઘરે પાછો ફરે અથવા ઝટપટ જિનપૂજા પતાવી દઇને પણ ઘરાકને સાચવી લે.
હર