________________
આજે તો પીધા વગર આવવું” તું.”
પતિને ચઢ્યો ગુસ્સો. તેણે પત્નીનું બાવડું ઝાલ્યું. ખેંચીને બેડરુમમાં લઇ ગયો. અંદરથી “લોક' કરી દીધું. “લે રોજ મને ઉપદેશ આપે છે ને, દારુ નહિ પીવાનો. આજે તને જ દારુ પાઉં.” આ પત્ની કહે: “આ શું કરો છો ? આજે મારે ચૌદસનો ચોવિહાર-ઉપવાસ છે અને તમને આ શું સૂઝે છે ?”
પતિ કહે: “બેસ છાનીમાની. આજે તને નહિ છોડું.” અને પતિએ જબરજસ્તીથી દારુની બોટલ પત્નીના મોમાં ખોસી દીધી અને તેણીને દારુ પાયો.
પોતાના વ્રતનો-ઉપવાસનો ભંગ, અને તેય ચૌદસના દિવસે દારુ પીવા દ્વારા...આ આઘાતને પત્ની જીરવી ના શકી. તેણે રાત્રે જ આત્મહત્યા કરી અને મોતને ભેટી.
દારુનું પાપ કેટલું ભયાનક ! એનું આનાથી વધારે દુ:ખદ દષ્ટાંત બીજું ક્યું મળે ?
જો કે આ બેને ભરેલું આત્મહત્યાનું પગલું...ચોક્કસ ખોટું હતું ! મરવાથી કાંઈ કોઈ આપત્તિનું નિરાકરણ થોડું જ થાય છે ? પરંતુ તે બેન એ આઘાતને જીરવી ન શક્યાં માટે જ તેમણે તે પગલું ભર્યું. બાકી માનવભવને આમ અકાળે બરબાદ કરવો તેને શાસ્ત્રકારો કોઇ પણ સંજોગોમાં ઉચિત ગણાવતા નથી.
વાત છે દારુના વ્યસનની ભયંકરતાની ! જેણે જીવનને સમૃદ્ધ કરવું હોય...સગુણોની સુવાસથી ભરપૂર બનાવવું હોય...અને શાંતિ તથા સ્વસ્થતાથી પરિપૂર્ણ કરવું હોય...તેણે દારુ જેવા દેયને જીવનમાંથી દેશવટો આપવો જ ઘટે. (૨) માંસાહાર :
માંસાહાર પણ અતિ ભયંકર પાપ છે. પંચેન્દ્રિય જીવોનો (ગાય, ભેંસ, બળદ, બકરી, બકરાં, મરઘાં વગેરે પ્રાણીઓનો) દેહ-નાશ કર્યા બાદ જ માંસાહાર થાય છે. આથી આવા જીવોનો નાશ કરનારા તથા આવા જીવ-નાશમાંથી ઉત્પન્ન માંસનો આહાર કરનાર નરકગામી બને છે.
માંસાહાર કરનારમાં ક્રૂરતા, હિંસકતા વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે.