________________
પડે તોય તેના પ્રત્યે ધ્રુજારી તો રહેશે જ.
કદાચ પાપોનું આચરણ જીવતું રહે છતાંય જો પાપ પ્રત્યે ધ્રુજારી..પાપનો ભય પણ સાથે જ જીવતો રહેશે તો એક ધન્ય પળ એવી આવી લાગશે કે જ્યારે તે તે પાપનું આચરણ હંમેશ માટે છૂટી જશે. - પાપ પ્રત્યેનો ભય...પાપ પરત્વેનો ધિક્કારભાવ...એ પાપોને કાઢવાનો સૌથી ઉત્તમ ઇલાજ છે. જર્મનીઓનું અમોઘ શસ્ત્રઃ ધિક્કારભાવ :
ઇ. સ. ૧૯૧૪ ની સાલમાં જર્મનીઓને અંગ્રેજોના શરણે જવાની ફરજ પડી હતી. ત્યારે જર્મન-નેતાઓએ અંગ્રેજોને કહ્યું હતું કે, “તમે અંગ્રેજોએ અમારા જર્મન લોકોનાં હથિયારો, શસ્ત્રો, સ્ટીમરો વગેરે ભલે કબજે કરી લીધાં. પરંતુ તમે એ વાત બરાબર યાદ રાખજો કે એક દિવસે અમે તમને ચોક્કસ જીતી લઇશું.”
અંગ્રેજોએ પૂછ્યું “શી રીતે ?”
ત્યારે તેમણે કહ્યું “અમારી પાસે હજી પણ એક શસ્ત્ર સલામત છે અને તે તમે લાખ પ્રયત્ન પણ ઝૂંટવી શકો તેમ નથી. અને એ ભયંકર શાસ્ત્રને કબજે કરવાના તમે જેમ જેમ પ્રયત્નો કરશો તેમ તેમ તે શસ્ત્ર તમારા હાથમાં તો નહિ જ. આવે પરંતુ ઊલટાનું અમારું તે શસ્ત્ર વધુ ને વધુ તીણ થતું જશે.”
ત્યારે કુતૂહલથી અંગ્રેજોએ પૂછ્યું “તમારા તે શસ્ત્રનું નામ શું છે ? તે તો કહો.”
જર્મનીઓએ એનો જવાબ આપ્યો: “તે શસ્ત્રનું નામ છે : તમારા પ્રત્યેનો અમારો ધિક્કારભાવ. જ્યાં સુધી અમારો ધિક્કારભાવ તમારા પ્રત્યે છે ત્યાં સુધી અમે જીવતા છીએ. અમે ફરી બેઠા થઇશું. સજ્જ થઇશું અને તમને જરુર પરાજય આપીને જ જંપીશું.”
હારેલા જર્મન લોકોની અપરાજિત દેશદાઝને જોઇને અંગ્રેજોનાં મસ્તક પણ નમી પડ્યાં.
બસ...આ જ વાતને આધ્યાત્મના ક્ષેત્રમાં પણ લગાડવાની જરૂર છે. જ્યાં સુધી પાપો પ્રત્યે ધિક્કારભાવ સલામત છે ત્યાં સુધી ડરવાની જરૂર નથી. પાપ