________________
મહામૂલી જિંદગીના આવા કરુણ અંત માટે જવાબદાર કોણ ? કહેવું જ પડશે કે આ બળાબળની વિચારણાનો અભાવ ! વટ પાડવા માટે ગજા બહારનો કરી નાખેલો ખર્ચ બીજું ક્યું પરિણામ લાવે ?
એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે સ્વાર્થ સાધવા કોઇ ગમે તેમ ચડાવે અગર કુતૂહલ કે લડાઇ જોવાના શોખીન અથવા ઉછાંછળા માણસો ચઢાવવા આવે, પ્રલોભન દેખાડે, ભય બતાવે, ખોટા વખાણ કરે કે ટેકા આપે તોય એનાથી લલચાવું નહિ...ડરવું નહિ યા ફૂલાઇ જવું નહિ...લલચાઇ કે ભયભીત થઇ યા તો ચઢાવ્યા ચઢી પોતાની શક્તિ બહારનું પગલું ભરવું નહિ...
સંસારના અજ્ઞાન જીવોની હાલત વિચિત્ર છે...એ તમને સુખી જોઇને ઇર્ષ્યા કરશે પરંતુ દુ :ખી જોઇને સહાનુભૂતિ દેખાડવા આવશે...તમારો બંગલો જોઇને તેઓ સળગી ઊઠશે તો બંગલો સળગેલો જોઇને તેઓ તમને આશ્વાસન આપશે !
આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખીને બીજાના અભિપ્રાય પર બહુ વજન આપશો નહિ...કારણ કે તેઓ તો માત્ર બોલીને છટકી જશે જ્યારે તમારે એ પ્રમાણે ક૨વાના કટુ વિપાકો અનુભવવા પડશે ! શાન્ત થઇ જાઉં છું...
ચીનનો વિચા૨ક સ્વાંગત્સુ પોતાની સાથે હંમેશા એક ખોપરી રાખે...કોઇ એવો પ્રતિકૂળ પ્રસંગ આવે કે તરત જ થેલીમાંથી એ ખોપરી કાઢે...પાંચેક મિનિટ સુધી તેની સામે તાકી તાકીને જુએ અને પાછી ખોપરી થેલીમાં મૂકી દે...
સ્વાંગસુની આ વિચિત્ર વર્તણુક શિષ્યોને સમજાય નહિ...એ દિવસે આ રહસ્યનો ઘટસ્ફોટ થયો...ખોપરી સાથે જ રાખવાનું કારણ એક શિષ્યે પૂછતાં સ્વાંગસુએ જણાવ્યું કે ‘પ્રતિકૂળ પ્રસંગ આવતા મારી બુદ્ધિ જરા પણ કંઇક આડું અવળું સમજાવવા માંડે છે ત્યારે આ ખોપરી સામે જોઇને હું વિચાર કરું છું કે ‘દોસ્ત ! તારી ખોપરીની દશા પણ એક વખત આ ખોપરી જેવી જ થવાની છે...માટે કષાય ક૨વામાં મજા નથી...' સ્વાંગત્સેનો જવાબ સાંભળી શિષ્યો તો
સ્તબ્ધ થઇ ગયા...’
૩૭૧