________________
સત્સંગ વગેરે કરવાનો પણ મોકો મળતો રહે.
આમ ‘ઉચિત ઘર’ વસાવવાથી અનેક લાભો છે. આ બધા લાભોનો ખૂબ સારી રીતે વિચાર કરીને યોગ્ય ઘર લેવું જોઇએ.
આજના કાળમાં તો વળી વિશેષત: ‘ઉચિત ઘર' નામના ગુણનું પાલન થવું જરુરી છે. ડગલેને પગલે ધન અને ધર્મને સલામતીની કેટલી જરુર છે ? પાપોદય હોય અને ક્યાંક અનુચિત ઘરમાં સપડાઇ ગયા તો સતત આર્તધ્યાન યાવત્ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન થવાની ભરપૂર શક્યતાઓ ઊભી છે ! પરિણામે દુર્ગતિઓની પરંપરા લમણે ઝીંકાઇ જાય...માટે ‘ઉચિત ઘર’ નામના મહામૂલા ગુણના પાલનને અમલી બનાવો...તેમાં જ ભારોભાર હિત સમાયેલું છે.
ઘર દેરાસર એટલે...
૧) શ્રાવક જીવનનો સાચો વૈભવ.
૨) પરમાત્મા સાથે આત્મીયતા ભરી વાતો કરવાની હોટલાઇન. ૩) અઢળક પુણ્ય ઉત્પન્ન કરી આપતું સુપર પાવર જનરેટર.
૪) જીવનની આંધી સમયે આદર્શ આલંબન અને દિશાસુચક હોકાયંત્ર. ૫) પાપો તરફ બેફામ પણે ધસી જતી જીવનની ગાડી માટે સ્પીડબ્રેકર. ૬) સુપાત્રદાન પણ સુલભ થાય અને અનાયાસે સંયમધર મહાત્માઓ તથા શ્રી સંઘના પગલે ઘર પાવન થાય.
S
૧૩૪