________________
જોઇએ.
તે જૈન-સાધુ ક્ષમાની અને સહિષ્ણુતાની જીવંત મૂર્તિ સમા હતા. ભર યુવાનીમાં પણ શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી તેમનું લલાટ તેજોમય હતું.
પરંતુ સાધુના આ રુપ અને તેજના કારણે એક યુવતી સાધુ પ્રત્યે મોહિત થઇ. તેણે સાધુ આગળ જઇને સ્પષ્ટપણે કામ-સુખની માગણી કરી.
સાધુએ તેની આ માગણીનો ધરાર ઇન્કાર કરી દીધો. તેથી પેલી યુવતી છંછેડાઇ. એનો અહંકાર ઘવાયો. એણે બદલો લેવાનું નક્કી કર્યું.
અમુક સમય બાદ એનું બીજે ક્યાંક લગ્ન થઇ ગયું. પોતાના પતિ દ્વારા એને ગર્ભ રહ્યો. અને બાળક પણ જનમ્યું. તે સ્ત્રીએ પેલા સાધુનું વેર વસૂલ ક૨વા જગત સમક્ષ એમ જાહેર કર્યું ‘મારા બાળકનો પિતા આ જૈન-સાધુ જ છે. તે બ્રહ્મચારી હોવાનો જૂઠ્ઠો ડોળ કરે છે. તે દંભી છે.’
લોક તો ગાંડું હોય છે. તેણે આ વાત સાચી માની લીધી. વાત વહેતી વહેતી તે સાધુ પાસે આવી. લોકો તેમને કહેવા લાગ્યા : ‘‘પેલી સ્ત્રી તેના બાળકના પિતા તરીકે તમને જણાવે છે.'' ત્યારે સાધુએ માત્ર એટલું જ કહ્યું ‘“હા...શું એમ વાત છે ?’’
સાધુએ પોતાના બચાવમાં કશો પ્રતિકાર ન કર્યો. કોઈ નિન્દા ન કરી તે બાઇની ! આથી પેલી બાઇ વધુ વિફરી...તેણે તે બાળકને સાધુ પાસે જ લાવીને મૂકી દીધું. સાધુએ તો તે નિર્દોષ બાળકનું લાલન-પાલન કરવા માંડ્યું.
હવે બાઇ મુંઝાઇ ગઇ. તે સાધુને જેમ જેમ સતાવવા કોશિશ કરતી ગઇ તેમ તેમ સાધુ તો વધુ ને વધુ ક્ષમા રાખવા લાગ્યા.
અંતે તે સ્ત્રીને ભારે પસ્તાવો થયો. તેણે સાધુનાં ચરણોમાં પડીને માફી માગતાં કહ્યું ‘‘સાધુ મહારાજ ! મને માફ કરો. મેં તમારો ઘોર અપરાધ કર્યો છે. તમને વગોવવા માટે મેં બહુ કોશિશ કરી છે.''
ત્યારે પણ સાધુ પેલું જ વાક્ય બોલ્યા : ‘‘ઓહ્ ! શું એમ વાત છે ?'' કેવી અદભુત ક્ષમા ! નિન્દકની સામેય કોઇ જ પ્રતિકાર નહિ. ઊલટું એના બાળકને પણ પૂરા વાત્સલ્યથી સંભાળવાની કાળજી ! ક્ષમા જ્યારે આત્મસાત્
૧૧૧