________________
સત્કાર અને સન્માન કરવું તે કર્તવ્યરુપ છે. મુનિઓ એ સહુથી ઉત્તમ ભક્તિનું પાત્ર છે. તેથી તેમની પૂજા-ભક્તિ અવશ્ય કરવી જોઇએ.
મહામંત્રી વસ્તુપાળ હંમેશાં પાંચસો મુનિઓની સુપાત્ર-ભક્તિ ખૂબ ભાવપૂર્વક કરતા હતા. તે સિવાય એક હજાર યાચકોને રોજ ભોજન વગેરે આપતા હતા. | મુનિજનોની ભક્તિમાં ઘણાં ભાવુકો ઓળઘોળ બની જતા હોય છે. મુનિભગવંત આંગણે પધારે એટલે જાણે સુરતરુ આંગણે ફળ્યા હોય એટલો આનંદ સાચા ભક્તના અંતરમાં જાગૃત થઈ જતો હોય છે. મુનિભક્તિના કારણે “ફ્લેટ' બદલ્યો :
અહીં યાદ આવે છે, વાલકેશ્વરના તે સુશ્રાવકની મુનિવરો પ્રત્યેની અમાપભક્તિ ! વીસમા માળે તેમનો આલિશાન ફ્લેટ હતો. વૈભવ હતો. સમૃદ્ધિ હતી. અનેક સુખ-સગવડોથી ભર્યો આવાસ હતો. પણ આટલે ઊંચે મુનિવરોનું આગમન થતું ન હતું તેથી મુનિભક્તિના લાભથી તેમના દિવસો વાંઝિયા જતા હતા. આથી તે સુશ્રાવકનું મન બેચેન રહેતું.
સાચી ભક્તિ પોતોનો માર્ગ શોધ્યા વગર જંપતી નથી. તે સુશ્રાવકે પહેલા માળવાળા કોઇ સ્નેહીમિત્રને પોતાનો ફ્લેટ લઇ લેવા અને તેના બદલામાં તેમનો
ફ્લેટ પોતે સ્વીકારવાની ઓફર મૂકી. અલબત્ત, પહેલા માળના ફ્લેટમાં હવા, ઉજાસ વગેરેની દષ્ટિએ વીસમા માળ જેટલી સવલતો ન હતી. આમ છતાં તે તમામને તે શ્રાવકે ગૌણ ગણી હતી. તેમને મન મુનિવરોની સુપાત્રભક્તિનું સર્વોત્તમ મહત્ત્વ હતું. પહેલા માળનો ફ્લેટ તેમણે બે લાખ રૂપિયા વધારાના આપીને લીધો.
આમ કરીને મુનિભક્તિનો લાભ હવે પોતાને રોજ અવશ્ય મળશે, તે જાતનો અપૂર્વ સંતોષ તે શ્રાવકના મનમાં સતત રમતો હતો.
જ્યારે અતિથિ પ્રત્યે, મુનીવરો પ્રત્યે અંતરમાં અનુપમ ભક્તિ જાગૃત થઇ જાય છે ત્યારે પોતાની શક્તિનો વિચાર પણ ઘણીવાર ગૌણ બની જતો હોય છે. મુનિઓને દૂધ વહોરાવતી અપૂર્વ ભક્તિ :
તે ગામમાં અનેક મુનિવરોના અવાર-નવાર ચાતુર્માસ થતા રહેતા. મુનિ
૩૧૨