________________
ભારતની સંસ્કૃતિના ભરપેટ ગુણગાન કર્યાં.
આ સાંભળીને કેટલાક અંગ્રેજોને ખોટું લાગ્યું. તેથી એ જ સભામાં ઊભા થઇ ને એક અંગ્રેજી યુવતીએ સ્વામી વિવેકાનંદને પૂછયું ‘‘સ્વામીજી ! જો તમે અમારી પાશ્ચાત્ય સંસ્કૃતિની ભારે ટીકા કરો છો...તો પછી હું આપને પૂછી શકું ખરી કે આપે આપનો ૫હે૨વેશ તો ભારતીય ઢબનો રાખ્યો છે પરંતુ આપે અમારી પાશ્ચાત્ય પદ્ધતિથી બનાવેલા બૂટ પગમાં કેમ પહેર્યા છે ? બોલવું કાંઇ અને વર્તવું કાંઇ, એ આપના જેવા માટે શોભતું નથી.'
,,
હવે સ્વામીજી શો જવાબ આપે છે તે સાંભળવા માટે બધા અધીરા થઇ ગયા. કેમકે ખરેખર પેલી યુવતીએ મૂંઝવી દે તેવો સવાલ પૂછયો હતો.
પરંતુ વિવેકાનંદે પોતાની સ્વસ્થતાને જરાય ગુમાવ્યા વગર જણાવ્યું કે, “અમારા ભારતદેશમાં તમારું-પશ્ચિમના લોકોનું-સ્થાન ક્યાં છે તે જણાવવા માટે જ મેં તમારા દેશમાં બનાવેલાં બૂટ પગમાં પહેર્યા છે.’’
આ જવાબ સાંભળીને અંગ્રેજો તો બિચારા ઠરી જ ગયા.
ભારતીયજનો પ્રત્યેનો વિવેકાનંદનો આદર :
આવો જવાબ આપવાની પાછળ સ્વામી વિવેકાનંદના મનમાં અંગ્રેજો પ્રત્યે કોઇ દ્વેષભાવ ન હતો. પરંતુ શિષ્ટાચારોથી સમ્પન્ન ભારતદેશ પ્રત્યે, એની સંસ્કૃતિ પ્રત્યે ભારોભાર અહોભાવ હતો.
જ્યારે સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા ત્યારે કોઇ પત્રકારને એ આશા હતી કે હવે જ્યારે પરદેશમાં ઘણાં સ્થાનોમાં સ્વામીજી ફરી આવ્યા છે ત્યારે ત્યાંના અંગ્રેજોના જીવનવ્યવહાર વગેરેને જોઇને ચોક્કસ પ્રસન્ન થયા હશે અને ભારતના લોકોની અણઘડતા અને પછાતપણા પ્રત્યે સ્વામીજીને અણગમો પેદા થયો હશે. આ આશાથી પત્રકારે સ્વામીજીને પૂછ્યું ‘‘પરદેશમાં આટલું ફરી આવ્યા બાદ હવે આપને ભારતના લોકો કેવા લાગે છે ?’’
ત્યારે સ્વામીજીએ જવાબ આપતાં જણાવ્યું કે, “પરદેશમાં જતાં પહેલાં ભારતના લોકો મને પ્રેમ કરવા જેવા લાગતા હતા, પણ હવે તો તેઓ પૂજા ક૨વા જેવા લાગે છે.’’
શિષ્ટતાથી ભરેલા આ દેશ પ્રત્યે વિવેકાનંદના અંતરમાં કેટલો અદભુત
૪૧