________________
જોઇ લઇશ ! તમે તમારી કલ્પના મુજબ આ પંકિતને લઇ ગયેલા મારામારીના સંદર્ભમાં ! જ્યારે હકીકતમાં એ પંકિત હતી પરમાત્માની ભક્તિના સંદર્ભમાં !
તો જેમ એકાદ પંકિત દ્વારા આખા લખાણનો નિર્ણય કરવામાં ભૂલ થવાનો સંભવ રહ્યો છે તેમ કોઇ વ્યક્તિના એકાદ પ્રસંગ દ્વારા તેના સંપૂર્ણ જીવન માટે અભિપ્રાય આપી દેવામાં પણ ભૂલ થઇ જવાની પૂરેપૂરી સંભાવના છે ! હું બેઇમાન કહેવા તૈયાર નથી...
એક શેઠ પોતાને ત્યાં ૪૫ વરસથી કામ કરનારી એક નોકરાણીની ઇમાનદારીની પોતાના મિત્ર પાસે ભારે પ્રશંસા કરતા હતા...‘ભાઇ ! કાળ ગમે તેટલો ખરાબ હોય પણ મારે ત્યાં કામ કરનારી આ બાઇને હું જોઉં છું અને મારી ઇમાનદારી પ્રત્યેની શ્રદ્ધા મજબૂત બની જાય છે...અનેક વાર આ બાઇને કબાટની ચાવીઓ સોંપીને અમે બહારગામ ગયા છીએ પરંતુ એકેય વખત એક નયા પૈસાની ચો૨ીય અમારે ત્યાં થઇ નથી...બાઇનો હાથ એટલો બધો ચોખ્ખો છે કે જેનું વર્ણન ક૨વું મારે માટે શકય નથી...’
‘શેઠ ! બહુ પ્રશંસા કરવી રહેવા દો...કાગડા બધેય કાળા જ હોય છે ! અતિ વિશ્વાસમાં રહેશો તો ક્યારેક નાહી નાખશો...હલકા લોહીમાં, બહુ ઇમાનદારીની આશા રાખશો નહિ...' મિત્રે તરત જ જવાબ આપ્યો.
ન
‘જો, તારે ન માનવું હોય તો ન માનતો...બાકી, મારો તે બાઇ પ્રત્યેનો વિશ્વાસ જરાય ડગે તેમ નથી...શેઠે રોકડું પરખાવ્યું...
‘શેઠ ! અવસર આવ્યે દેખાડીશ....' મિત્ર વાત કરીને રવાના થયો. એક દિવસ પેલો મિત્ર શેઠને ત્યાં આવ્યો...ચા પાણી પતાવીને શેઠ અને તેમનો મિત્ર બંને બહાર જવા નીકળ્યા...જેવા બહાર નીકળી થોડા આગળ ગયા ત્યાં મિત્રે નજર કરી તો શેઠના ઘરનાં બારણા બંધ થઇ ગયેલાં જોયાં...તેના મનમાં શંકા જાગી કે દાળમાં કંઇક કાળું છે...શેઠને તેણે ઊભા રાખ્યા...‘શેઠ ! બે મિનિટ ઊભા રહો ને, હું હમણાં જ પાછો આવ્યો !' એમ કહીને શેઠના ઘર તરફ દોડયો...નજીક જઇને બારણાની તિરાડમાંથી અંદર જોયું...જે દ્રશ્ય જોયું તે • જોઇને તે આનંદિત થઇ ગયો...
જે નોકરાણીની ઇમાનદારીની શેઠ ભારોભાર પ્રશંસા કરતા હતા તે જ
३३८