________________
એમ સમજ્યા: “અમારા ગુરુદેવને લેવા માટે જ આ વિમાન આવ્યું લાગે છે.”
પણ...આ શું ?...વિમાન તો સંતના દ્વારે જવાને બદલે વેશ્યાના દ્વારે જઈ ઊભું...અને જોત-જોતમાં વેશ્યાને લઇને રવાના થઇ ગયું.
એનું કારણ સમજાવતાં કોઇ જ્ઞાનીએ કહ્યું “આનું કારણ એ હતું કે સંત નિષ્પાપ-જીવન જીવનારા હોવા છતાં તેમના પક્ષે વેશ્યાની નિન્દાનું પાપ અતિ ભયંકર હતું...જેણે સંતના તમામ ગુણોને દબાવી દીધા. જ્યારે વેશ્યાનું જીવન પાપથી ભરપૂર હોવા છતાં સંતના નિષ્પાપ-જીવનની પ્રશંસાનો તેનો એક સદગુણ અતિ ઊંચો હતો, જેણે તેને વૈકુંઠના વિમાનને પાત્ર ઠેરવી.”
નિન્દા કેવો ભયંકર દુર્ગુણ છે તે સમજાવતી આ પૌરાણિક કથા કેવી સુંદર છે !!! નિદાની નબળાઈ શી?
નિન્દાના પક્ષે સૌથી મોટી નબળાઇ એ છે કે તે પોતાના સૌથી નજદિકની વ્યક્તિ પ્રત્યે જ કરવામાં આવતી હોય છે. હિન્દુઓ મુસ્લિમોની એટલી નિન્દા નહિ કરે જેટલી હિન્દુઓની જ કરશે.
એમાંય વૈષ્ણવ સંપ્રદાયવાળા પોતાના જ સંપ્રદાયના માણસોની, શૈવ સંપ્રદાયવાળા અને સ્વામિનારાયણ સંપ્રદાયવાળા પણ પોતપોતાના જ માણસોની નિન્દાઓ કરતાં જોવા મળે છે. જૈનોમાં પણ આવી જ સ્થિતિ દેખાય છે. સ્વપક્ષવાળા પરપક્ષના કરતાં સ્વપક્ષના જ ગણાતા માણસોની નિન્દામાં રચ્યાપચ્યા રહેતા હોય છે. નિન્દા શેમાંથી જન્મે છે ?
નિન્દા જન્મે છે અહંકારમાંથી અને એ અહંકારમાં જ્યારે ઈર્ષ્યા ભળે છે ત્યારે જ નિન્દારૂપ દીકરીનો જન્મ થાય છે. આ દૃષ્ટિએ નિન્દાનો બાપ છે અહંકાર, તો માતા છે ઇર્ષા...
પોતાના જ ગુણો જોવાની ભયંકર કુટેવ અહંકારના કારણે ઘણા લોકોમાં હોય છે અને આથી જ, જ્યારે બીજો ગુણિયલ હોવાની વાત તેમને સાંભળવા મળે છે ત્યારે તેમનામાં ઈર્ષ્યા ભભૂકી ઊઠે છે અને તે તે ગુણિયલ પુરુષોના ગુણોની વાત વધુ ને વધુ સાંભળવા મળતી જાય છે ત્યારે પેલી ઇર્ષાના ગર્ભમાંથી નિન્દારુપી
[૧૧]