________________
શરીર બગડે અને પછી ઔષધ વગેરેના પ્રયોગથી તેનું આરોગ્ય પુનઃ મેળવવું પડે તેના કરતાં શરીર બગડે જ નહિ, શરીરમાં પ્રાયઃ રોગ ઉત્પન્ન જ ન થાય તેવો પ્રયોગ અને પ્રયત્ન સતત કરતા રહેવું જોઇએ.
આયુર્વેદનું એક સૂત્ર છે : સર્વે રોગા અનીર્ન પ્રમાવાઃ ।। અર્થાત્ ખાધેલા ખોરાકનું જ્યારે પાચન ન થાય, અર્થાત્ અજીર્ણ થાય ત્યારે જ શરીરમાં રોગો પેદા થાય છે. આથી જ જ્યારે પહેલાં આરોગેલા ભોજનનું પાચન બરાબર થઇ જાય પછી જ જમવું...જો અજીર્ણ જેવું લાગે તો નવા ભોજનનો ત્યાગ ક૨વો...આ નીરોગી રહેવાનો સર્વોત્તમ ઉપાય છે.
અનાદિ-સંસાર કારણઃ શરીર
સંસાર છે તો શરીર છે જ. માટે જ સંસારી જીવને ‘શરીરી’ કહેવાય છે. ને સંસારથી સદાના મુક્ત સિદ્ધ ભગવંતોને ‘અશરીરી' કહેવાય છે.
અત્યાર સુધી (અનાદિકાળથી આજ સુધી) આપણો જે સંસાર ચાલ્યો છે તેનું મુખ્ય કારણ અથવા મુખ્ય સાધન ‘શરીર’ જ રહ્યું છે. આ શરીર દ્વારા આપણા જીવે અનંતા પાપો ઉપાજર્યા છે. અને શરીર-સુખની તે વાસનાઓના કારણે જ બાંધેલાં પાપકર્મોના ઉદયકાળમાં જીવે કારમાં દુખો પણ શરીર દ્વારા જ ભોગવ્યાં છે. આમ, અનેક પાપોનું નિમિત્ત બનેલું આ શરીર સંસારની સતત અથડામણ અને ભટકામણનું પણ મહાનિમિત્ત છે.
તો હવે શું ક૨વું ? શરીરના પાપે જ જો સંસાર ચાલ્યો અને વધ્યો તો હવે શરીરને ખલાસ કરી નાંખવું ? તેનો વધ કરી નાંખવો ?
એનો જવાબ છે : ના...જે શરીર રૂપ નિમિત્તના કારણે સંસાર વધ્યો...જીવને અનંત દુ:ખો ભોગવવાં પડ્યા એ જ શરીર દ્વારા મોક્ષમાર્ગની (ધર્મની) જોરદાર સાધના-આરાધના કરીને સંસારનો હવે અંત આણો. શરીર દ્વારા તપ વગેરે ધર્મની વિશિષ્ટ આરાધના દ્વારા વિષયો અને વિકારોનો ખાત્મો બોલાવી દ્યો. આ જ શ્રેષ્ઠ માર્ગ છે.
ધ્યાનમાં રહે : વિષયો અને વિકારોનો નાશ કરવા માટે જ તપ વગેરેની સાધના છે. તપ શરીરનો નાશ કરવા માટે નથી. પરંતુ શરીર દ્વારા તપ કરીને વિષય-વાસનાઓનો વિનાશ કરવાનો છે. આ વૈષયિક-વૃત્તિઓને નિર્મૂળ ક૨વામાં
૨૬૩