________________
ખાતરી આપી.
રસોઇઆએ ગુનો કબૂલ કરી લીધો. સંન્યાસીજીએ તરત જ પોતાના ગજવામાંથી વીસ રૂપિયા કાઢીને તેને આપતાં કહ્યું “આ રૂપિયામાંથી હવે તું જલ્દી ટ્રેનની ટિકિટ કઢાવી લે અને તારા વતનમાં તું ભાગી જા. જો મોડું કરીશ અને પકડાઇ જઇશ તો મારા ભક્તો તારા રાઇ રાઇ જેવડા ટુકડા કરી નાંખશે.” - પોતે જેને મારી નાંખવાની કોશિશ કરવાનું કાળું પાપ કર્યું છે તે સંન્યાસીજી
જ્યારે તેને બચાવી લેવાની કોશિશ કરી રહ્યા છે તે જોઇને રસોઇઆના અંતરમાં પસ્તાવાનો પાર ન રહ્યો. ચોધાર આંસુએ રડતાં તે રસોઇઆએ સંન્યાસીને વંદન કરીને વિદાય લીધી અને આ બાજુ તે સંન્યાસજીનું મૃત્યું થઇ ગયું.
આર્યદેશના દયાના આચારનું આ એક મહાન ઉદાહરણ છે. ભારતની ભવ્ય સંસ્કૃતિના આવા વારસદારો આપણે કમ સે કમ નિર્દોષ અને તદ્દન અપરાધરહિત પ્રાણીઓની તો હિંસા ન કરીએ.
દુકાળ વગેરેના સમયમાં પોતાના આશ્રિતોને, સ્વજનોને અને દીન-દુઃખિતોની યથાશક્તિ સહાય કરવી, તેમને અન્નાદિ આપવાં તે પણ એક મહત્ત્વનો દેશાચાર છે.
જૈનાચાર્યશ્રી પરમદેવસૂરિજીના ભક્ત જગડૂશાહને જ્યારે આચાર્યભગવંતે જ્ઞાનબળથી જણાવ્યું કે, “વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪, અને ૧૩૧૫ એમ ત્રણ સાલમાં લગાતાર દુકાળ પડવાનો છે ત્યારે એક સારા સુખી જૈન તરીકે તમારે કોઈ પણ જાતના ભેદભાવ વગર પુષ્કળ અનાજ વગેરે આપીને સહુની રક્ષા કરવી જોઇએ. અને એ માટે તમારે અત્યારથી જ કાંઇક સગવડ કરવાનું વિચારવું જોઇએ.”
ગુરુદેવના આ ઉપદેશને નજરમાં રાખીને જગડૂશાહે અઢળક અનાજ ભેગું કરવા માંડ્યું અને જ્યારે દુકાળનો સમય આવ્યો ત્યારે પોતાના અનાજનો - ભંડાર એણે સહુ કોઈને માટે ખુલ્લો મૂકી દીધો.
- અનેક રાજાઓને પણ તેણે પુષ્કળ અનાજ આપ્યું...અલબત્ત...સાથે શરત કરી કે આ અનાજ તમારી પ્રજા સુધી પહોંચવું જોઇએ.
તે સિવાય ૧૧ર દાનશાળાઓ પણ ખોલી. બધું મળીને આઠ અબજ, સાડા છ કરોડ મણ અનાજ વિના મૂલ્ય દાનરુપે જગડૂશાહે આપ્યું.
આવા દાનવીર જગqશાહ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેના માનમાં દિલ્હીના