________________
દેવા સમર્થ છે. | નીતિશાસ્ત્ર કહે છે એ ઊગતા શત્રુને અને ઊગતા રોગને તુરંત ડામવા જોઇએ.” આનો અર્થ એ કે શત્રુ નબળો છે અથવા નાનો છે એમ સમજીને તેની ઉપેક્ષા ન કરાય. રોગ પણ થોડો છે માટે તેની નિષ્કાળજી ન કરાય.
એ જ રીતે જ્યારે જ્યારે નાનકડું પાપ જીવનમાં પ્રવેશતું હોય ત્યારે જ તેને ડામી દેવામાં આવે તો મોટું પાપ જીવનને અભડાવી શકતું નથી. - તાવ થોડો થોડો આવ્યા કરતો હોય તેથી તેની ઉપેક્ષા કરવામાં આવે તો એ જીર્ણજ્વર કાયામાં ઘર કરી જઇને આખા શરીરનું સ્વાસ્થ ખતમ કરી નાખવા સમર્થ બની જાય છે. નાનું પણ પાપ ભયંકર છે ?
આથી જ નાનું છે એમ સમજી તેની ઉપેક્ષા ન થાય. હકીકત તો એ છે કે “નાનું હોવાથી જ તેના પ્રત્યે વધુ ગંભીર બની જવું જોઇએ.
મનનું પાપ સામાન્ય રીતે ભયંકર નથી ગણાતું. તેનું પ્રાયશ્ચિત્ત પણ અલ્પ હોય છે. છતાં કુમારપાળ મહારાજાએ મનના પાપને “નાનું ન ગણતાં તેને જ ભયંકર ગયું અને આથી જ તેણે અભિગ્રહ કર્યો કે મનથી જે મારાથી “પાપ” થઇ જાય તો ઉપવાસ કરવો અને એ જ પાપ કાયાથી થાય તો એકાસણું પ્રાયશ્ચિત્તરૂપે કરવું.
તેમણે કેમ આમ કર્યું ? એનું કારણ જ એ છે કે તેઓ જાણતા હતા કે મનનું નાનું ગણાતું પાપ જ જ્યારે ઉપેક્ષિત થાય છે ત્યારે તેમાંથી કાયાનું મોટું પાપ પેદા થઈ જાય છે. આથી જ્યારે પાપ “નાનું હોય ત્યારે જ જો તેની સખત શિક્ષા સ્વીકારી હોય તો તે “મોટું થવાનું જ નથી.
ધરતીને ચીરવા માટે નાનકડું બીજ જ સમર્થ છે. તે કામ કાંઇ મોટો-દેત વડલો કરી શકતો નથી.
આમ ? પાપોથી ડરવાનો, પાપભીરુ બનવાનો પહેલો ઉપાય એ છે કે હંમેશ એ વિચારવું કે મારાં સર્વ દુઃખોનું મૂળ પાપ” જ છે તેથી મારે પાપ ન કરવું જોઇએ.
અને પાપોનો ડર પેદા થયા પછી પાપોથી બચવા માટેના ઉપાયો છે (૧) પાપનાં નિમિત્તોથી દૂર રહેવું અને (૨) નાનાં પાપોથી સતત સાવધાન રહેવું.