________________
જૈનસંઘને થયેલ મહાન આચાર્ય-પ્રાપ્તિમાં આર્યરક્ષિતની માતૃભક્તિ જ શ્રેષ્ઠ નિમિત્ત બની ગઇ.
શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી માતૃભક્તિ :
માતા-પિતાની ભક્તિ તો જીવનમાં સઘળાય સદ્ગુણોનું મંગળમય કારણ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની માતાસાધ્વી પાહિનીના મૃત્યુ-સમયે જ્યારે સંઘે સાડા ત્રણ કરોડ રુપિયા સન્માર્ગે ખર્ચવાનું જાહેર કર્યું ત્યારે, આચાર્ય મહારાજે પોતાની માતાના મૃત્યુ-નિમિત્તે પુણ્ય-લેખે સાડા ત્રણ લાખ નવા શ્લોકોની રચના કરવાનું જાહેર કર્યું હતું. જેમાંથી ‘ત્રિષષ્ટિ શલાકા-પુરુષ ચારિત્ર' જેવા વિશાળકાય મહાન ગ્રન્થની પ્રાપ્તિ શ્રી જૈન સંઘને થઇ. આમાં કારણ કલિકાલસર્વજ્ઞ ભગવંતની પોતાની માતા પ્રત્યેની અદભુત ભક્તિ જ ગણાય ને ?
શ્રી રામચંદ્રજીની પિતૃભક્તિ :
શ્રી રામચંદ્રજીની પિતૃભક્તિ તો ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાઇ ગઇ છે. રામના પિતા દશરથ જ્યારે બીજા એક રાજા સાથે યુદ્ધ ખેલી રહ્યા હતા ત્યારે ભરતની માતા કૈકેયીએ રથ ચલાવવામાં એવી કુશળતા દાખવેલી કે દશરથે પ્રસન્ન બનીને કૈકેયીને વર માગવા કહ્યું પણ કૈકેયીએ પોતાનું તે વર પતિ પાસે થાપણ રુપે રાખવા અને જરુર પડે માગવા જણાવ્યું.
જ્યારે રામને રાજ્યસિંહાસન ઉપર આરૂઢ કરવાની વાત ચાલી ત્યારે કૈકેયીને થયું ‘જો રામ રાજ્યના માલિક થાય તો મારા પુત્ર ભરતને શું મળે ?' આથી તરત તે દશરથ પાસે પહોંચી અને પોતાના થાપણરુપે રાખેલા વરને યાદ કરાવ્યું અને અત્યારે જ તે વરની માગણી કરી. દશરથે વર માગવા જણાવ્યું ત્યારે કૈકેયીએ કહ્યું “મારા ભરતને રાજગાદી મળો.'
આ સાંભળીને દશરથ આઘાતથી વ્યાકુળ બની ગયા. કૈકેયી પોતાની વરયાચનામાં અટલ રહી. હવે રામ જેવો મોટો અને સંપૂર્ણ સમર્થ પુત્ર વિદ્યમાન હોય તો ભરતને ગાદી કેમ અપાય ? આમ દશરથ અતિ મૂંઝવણમાં મુકાઇ ગયા.
પિતાની મૂંઝવણને દૂર કરવા અને તેમનો માર્ગ મોકળો કરી આપવા અતિ પ્રસન્નતાથી રામે વનવાસ જવાનું નક્કી કરી લીધું અને એ રીતે પોતાની અજોડ
૧૬૪