________________
શું માતા-પિતા દેવ અને ગુરુ કરતાંય મહાન છે?
પ્રબ શ્રી જિનેશ્વર ભગવંતો અને સદગુરુદેવોનો આપણા ઉપર ઘણો ઉપકાર છે, તેમ છતાં “આદિ ધાર્મિક” તરીકેનું લક્ષણ જણાવતાં “માતા-પિતાનો તે પૂજક' હોય એમ શા માટે કહ્યું ? શું માતા-પિતા જિનેશ્વરદેવો કે સદ્ગુરુઓ કરતાં પણ મહાન છે ?
જવાબ : પ્રશ્ન ખૂબ સરસ છે. પણ...એનો જવાબ એથીય સરસ છે.
શ્રી જિનેશ્વર ભગવંતો આ જગતના સર્વજીવોના આત્મ કલ્યાણના સદેવ હિતચિંતક છે, એટલું જ નહિ મુક્તિમાર્ગના મંગલ રાહબર પણ છે. એથી આ જગતના તેઓ સર્વોત્તમ ઉપકારી છે.
બીજા નંબરના ઉપકારી છે, સદગુરુ ભગવંતો, જેઓ સદધર્મનો માર્ગ આપણને બતાવે છે. આપણને ધર્મદેહ આપે છે. આપણું આધ્યાત્મિક ઘડતર કરે
આધ્યાત્મિક ઘડતરના અને આમસુખના સાચા માર્ગદાતા અરિહંતદેવો અને સરુદેવો છે. આથી તેમનો ઉપકાર અનંત છે. આમ છતાં અરિહંતોનું અણમોલ જિનશાસન અને સગુરુદેવોએ સમજાવેલો સદ્ધર્મ એ બધુંય મળ્યું કોના પ્રતાપે ? માતા અને પિતાના પ્રતાપે.
જો માતા અને પિતાએ આપણને જન્મ ન આપ્યો હોત...જીવન ન આપ્યું હોત...અને એથીય મહત્ત્વપૂર્ણ ઉત્તમ સંસ્કારો આપણામાં રેડ્યા ન હોત તો આપણે સગુરુઓ સુધી પહોંચ્યા હોય ખરા...? ના...જરાય નહિ...
જેમ જિનશાસન અને સદ્ગુરુદેવો આપણને ધર્મદેહ આપે છે અને આપણું આધ્યાત્મિક ઘડતર કરે છે તેમ માતા અને પિતા આપણને શરીર-દેહ આપે છે અને આપણું સાંસારિક-વ્યાવહારિક ઘડતર કરે છે.
માતા અને પિતાનો માનવદેહ અને ઉત્તમ પ્રાથમિક સંસ્કારોના પ્રદાનનો ઉપકાર પ્રત્યક્ષ છે, નજદિકનો છે. એ જેને ન દેખાતો હોય...તે ગુરુઓના અને અરિહંતોના પરોક્ષ ઉપકારને શી રીતે દેખી શકવાનો છે ? જે માતા-પિતાના સાંસારિક ઉપકારને પણ સ્વીકારવા તૈયાર નથી તે દેવ અને ગુરુના આધ્યાત્મિક
ક