________________
જવાબ : હા...જરૂર છે. '
પાપોથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને સુંદર માર્ગ છે કે પાપોનાં નિમિત્તોથી હંમેશાં દૂર રહેવું. - પેલા પપૈયાભરુ ફૂલચંદ શેઠને પપૈયાનો કેવો ભય લાગેલો ? પપૈયાની લારી જોઇને તેઓ એ રસ્તો પણ છોડી દેતા અને બીજા રસ્તે જતા. * નિમિત્તોથી નાસી છૂટવું, એ પાપથી બચવાનો ઉત્તમ ઉપાય છે.
સારી સારી મીઠાઇઓ અને સેવાઓ વગેરે ખાવાથી રસનાનો (જીભનો) રાગ અત્યંત વધી જતો હોય તો મેવા-મીઠાઇ ખાવાનાં જ છોડી દેવા જોઇએ.
ખરાબ સાહિત્ય વાંચવાથી મન વિકારી થતું હોય તો તેવું સાહિત્ય વાંચવું જ નહિ. વિકારોથી બચવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે.
જોકે આ તો એક ઉદાહરણ-માત્ર છે. વિકારોનું કારણ કાંઇ માત્ર ખરાબ - સાહિત્ય જ નથી. ખરાબ મિત્રોની સંગત, સેક્સી ફિલ્મો, સ્ત્રીઓનો વધુ પડતો
પરિચય, મિષ્ટાન્નાદિનું ભોજન, રાત્રિભોજન વગેરે અનેક કારણો છે. ટૂંકમાં વિકારનાં જે જે નિમિત્તો હોય તે તમામને તજી દેવાં, એ જ વિકારથી બચવાનો ઉત્તમ ઉપાય છે.
બ્રહ્મચર્યની ઇચ્છાવાળાએ વિકારનાં (અ-બ્રહ્મચર્યના) નિમિત્તોને છોડી દેવાં. તો પ્રાયઃ તેને માટે બ્રહ્મચર્યનું પાલન સરળ બની જાય.
આ જ વાત તમામ પાપો માટે લાગુ કરવી. જે જે પાપોથી બચવાની આપણી ઇચ્છા હોય તે તે પાપોમાં જે જે કારણો-નિમિત્તો હોય તે તમામથી દૂર રહેવાની સતત કોશિશ કરવી જોઇએ.
જે નિમિત્તોથી દૂર રહે છે તે પ્રાયઃ પાપથી બચ્યા વગર રહેતો નથી.
એથી ઊલટું જે નિમિત્તોની પાસે જાય છે તે પ્રાયઃ પાપોથી ખરડાયા વગર રહેતો નથી.
તે જ ભવમાં મોક્ષે જનારા રહનેમિજી જેવા પણ ગુફામાં વરસાદથી ભીંજાયેલાં સાધ્વી રાજુમતીને વિકારને વશ થઈ ગયા ન હતા શું ? એ તો ખરેખર મહાત્મા હતા, તેથી રાજીમતીનાં બોધ-વચનો સાંભળીને પુનઃ વિરકિત પામ્યા અને