________________
મનમાં આત્મા અંગેનો સંશય છે ને ? તેનો જવાબ આ છે...” આમ કહીને ભગવંત વેદનાં પદો દ્વારા અતિ સુંદર દલીલો વડે ઇન્દ્રભૂતિને આત્મા અંગે સંશયનું નિરાકરણ કરી આપે છે.
થોડાક જ સમયનો પ્રભુનો આ સત્સંગ ઇન્દ્રભૂતિના જીવનમાં અજબ પરિવર્તન લાવે છે અને અત્યંત અભિમાની ઇન્દ્રભૂતિને ભગવાનનાં ચરણોમાં તેમનું શિષ્યપદ અપાવીને પ્રથમ ગણધર બનાવીને “વિનયમૂર્તિ ગોતમ” તરીકે ઇતિહાસમાં અમર કરી દે છે.
પેલો ચંડકોશિયો નાગ ! આવ્યો હતો પ્રભુના ચરણે ડંખ મારવા ! એકવાર નહીં અનેકવાર ડંખ ઉપર ડંખ મારી-મારીને પ્રભુનું મોત નોતરવા સતત પ્રયત્ન કરતો રહ્યો...પણ આ પળોમાંય તે પ્રભુનો સંગ પામ્યો...અને અંતે પ્રભુના
બોધ પામ ! બોધ પામ ! હે ચંડકૌશિક !” આવાં અમૃતવચનો સાંભળીને સુધરી ગયો. અનશન કરીને...લોકોએ ચઢાવેલાં ઘી-દૂધના કારણે આવેલી કીડીઓના વજમુખી ડંખથી શરીર આરપાર વીંધાઈ જવા છતાં અપૂર્વ ક્ષમાભાવને ધારણ કરીને...આઠમા સ્વર્ગલોકનો દેવ બન્યો...
મુનિને જૂઠા પાડવા જનારો ભીલ મુનિના સંગે જીવનપરિવર્તન પામે...
ઇન્દ્રભૂતિ અભિમાનથી ભગવાનની જોડે લડવા જાય અને ભગવાનના સત્સંગે વિનયમૂર્તિ ગોતમ બની જાય...
ચંડકોશિયો પ્રભુને ડંખ મારે અને પ્રભનું મોત લાવવા પ્રયત્ન કરે...અને એ રીતે પણ પ્રભુનો સંગ પામીને સુધરી જાય...
અને...આપણે પ્રભુનાં ચરણની રોજ ભક્તિપૂર્વક સ્પર્શના કરવા જઇએ છતાં ન સુધરીએ...સંતાનો-સદગુરુઓનાં રોજે-રોજ પ્રવચનો સાંભળી સાંભળીનેય સીધા ન બનીએ તો આપણે પેલા ચંડકોશિયા અને ભીલ કરતાંય નીચે ઊતરી ગયા !! અને તોય સાપ જેટલીય લાયકાત ન ધરાવનારા આપણે “શ્રાવક' તરીકેના અહંકારમાંથી મુક્ત ન બનીએ ? આ તે કેટલું દુ:ખદ કહેવાય...!
સૌથી પ્રથમ પાત્રતા કેળવીએ....પછી જુઓ...સંતોનો સંગ આપણા જીવનનો રંગ પલટી નાખે છે કે નહિ ?
::::::::
૧૫૦